________________
૧૧)
ધન્યકુમાર ચરિત્ર સૂકાઈ ગયેલો પુષ્પનો લુમખો પણ ડાળી સાથે બંધાઈ રહેલો હોય તો સ્થિર રહી શકે છે, તેવી જ રીતે આશારૂપી બંધનથી બંધાયેલ મારો આત્મા પણ મરણથી રક્ષિત રહી શક્યો છે. વળી જેવી રીતે સૂકાઈ ગયેલા કમળોમાં પણ ભ્રમર ફરીથી વસંતઋતુ આવશે અને આ કમળો પલ્લવિત થશે.” એવી આશાથી વાસ કરીને રહે છે, તેવી જ રીતે હું પણ આશાથી જીવિતવ્ય ધારણ કરીને રહી છું.
તે સાંભળી ધન્યકુમાર બોલ્યા, “હે મુગ્ધ ! શા માટે યૌવન નકામું ગુમાવે છે ? મનુષ્યજીવનનો સાર માત્ર યૌવન વય જ છે અને તે તો તું નકામું ગુમાવી દે છે.' કહ્યું છે કે, હાથમાં રહેલ તાંબૂલ ખાધા વગર ડાહ્યા માણસે કોઈ દિવસ સૂકાઈ જવા દેવું નહિ ! વળી દૂર દેશાંતરમાં ગયેલ તારા પતિના પુનઃ આગમનની આશા રાખવી, તે પણ વૃથા છે. જો તું તેને વહાલી હોત તો તે કાંઈક સંકેતાદિક કરીને પણ તારી પાસે આવત, પણ તે તો કાંચળી મૂકી દઈને જેવી રીતે સર્પ ચાલ્યો જાય, તેવી રીતે ઘેરથી ઉદ્વિગ્ન થયેલો ઘર છોડીને ચાલ્યો ગયો હશે, તેથી તેની પાછા આવવાની આશા વ્યર્થ છે, તેથી વ્યર્થ સંકલ્પ વિકલ્પોની જાળ છોડી દઈને મને પતિ તરીકે સ્વીકાર, આ જગતમાં દુર્લભ એવા ભોગો ભોગવ, ગયેલી ઉંમર પાછી ફરીથી આવતી નથી, તેથી મને પતિ તરીકે સ્વીકારીને આ દુર્દશામાં પડેલી તારી કાયાનું રક્ષણ કર, ભોગો ભોગવી શરીરને તૃપ્ત કર.
આવાં વજપાત તુલ્ય ધન્યકુમારનાં વચનો સાંભળીને ભયભ્રાંત થયેલી સુભદ્રાએ બે હાથો વડે કાનને ઢાંકી દીધા અને પછી બોલી, “અરે દુર્બુદ્ધિ ! શું તમે કુળવાન સ્ત્રીઓની રીત કોઈ પણ દિવસ સાંભળી નથી ? કે જેથી આવું અધમ વચન બોલો છો ?' કહ્યું છે કે, “ઉત્તમ એવા ધતૂરાની બે જ ગતિ છે, કાં તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org