________________
૧૪૧
કલા અને બુદ્ધિનો વિલાસ
એક ભૂજ-તાડપત્ર ઉપર લખીને રાજસભામાં મોકલાવેલા તેના આ બે શ્લોકોનો અર્થ વિશિષ્ટ જ્ઞાન ધારણ કરનાર વગર કોઈ સમજી શકે તેમ નહોતું, તેથી આ બે શ્લોકો બાળકથી વૃદ્ધ પર્યત નગરમાં વિખ્યાત થઈ ગયા.
અનુક્રમે આ શ્લોકો ધન્યકુમારના વાંચવામાં આવ્યા. તેણે તો તે વાંચીને તરત જ તેનો ઉત્તર લખ્યો કે,
मीनो लता गलो देयं, कन्ये ! दाताऽत्र धीवरः । फलं यज्जायते तत्र, तयेस्तिद्विदितं जने ॥ ઉત્તર સ્પષ્ટ છે કે, “ગંગા નદીના કિનારા ઉપર કોઈ માછીમાર માછલા મારવા માટે પ્રવૃત્તિ કરતો હોય, તે વખતની ક્રિયાને ઉદેશીને આ શ્લોક લખાયો છે. તે વખતે માછીમાર લોઢાના અણીવાળા સળિયા ઉપર માંસનો ટુકડો બાંધીને મત્સ્યને આપે છે. તેથી માછીમાર દાતા થયો અને માંસખંડ તે દેવા યોગ્ય વસ્તુ થઈ અને તે માસખંડ લેનાર મત્સ્ય તે દેય વસ્તુને ગ્રહણ કરનાર થયો. આ ક્રિયામાં તે દેનાર અને લેનારને જે ફળ થાય તે સર્વ લોકોમાં સારી રીતે પ્રસિદ્ધ છે. દેનાર માછીમાર નરકે જાય છે અને લેનાર મત્સ્ય જીવતો નથી, તે જ આ શ્લોકનો સ્પષ્ટાર્થ છે.'
સરસ્વતીના બીજા શ્લોકનો ઉત્તર પણ ધન્યકુમારે આ રીતે મોકલાવ્યો, “સરોવરની શોભા જળ હોય છે. વળી દાનીઓમાં સર્વથી બલિરાજા અધિક છે કે, જેને મરણ સમયે પાસે કાંઈ પણ નહિ રહેવાથી બ્રાહ્મણને હવે શું આપવું? તેનો વિચાર કરતાં મનમાં ખેદ થયો, તેનો ખેદ જોઈ પરીક્ષા કરનાર બ્રાહ્મણે કહ્યું કે, ‘તમારા દાંતની અંદર નાખેલ આ સુવર્ણની રેખા છે તે આપો.' તેણે કહ્યું, “બહુ સારું.” આમ કહીને તરત જ પથ્થર વડે તે પોતાના દાંતો પાડવા લાગ્યો. આવું તેનું મહાસત્ત્વ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org