________________
ધન્યકુમારે કરેલું પારખું.
૧૭૭ ધનકર્મા હોઉં તો આ પોલાણવાળી નળીમાં પેસવાની અને નીકળવાની મને શક્તિ આપો.” આ પ્રમાણે કહીને બંનેએ દિવ્ય કરવું. તેમ કરવાથી જે સાચો હશે તે તરત જ જણાઈ આવશે. આમ કહીને ધન્યકુમાર બોલતા બંધ રહ્યા, ને તરત જ ખોટો ધનકર્મા તો દેવીની સહાયથી તે પોલાણવાળી નળીમાં પેસીને બહાર નીકળ્યો. બહાર નીકળીને જેવો તે રાજાના પગને સ્પર્શ કરવા ગયો કે તરત જ ધન્યકુમારે તેને ચોટલીએથી પકડીને રોકી રાખ્યો, કારણ કે વ્યંતરાધિષ્ઠીત શરીરવાળો માણસ શિખાનું ગ્રહણ થતા આગળ ચાલવા શક્તિમાન રહેતો નથી.
ધન્યકુમારે પછી રાજાને કહ્યું, “સ્વામિન્ ! આ તમારો ચોર છે અને પેલો સાચો ધનકર્મા છે. આ કોઈ દેવ અગર દેવીના બળથી નળીમાં પેસીને નીકળી શક્યો છે. પરંતુ તે ખોટો છે. આ બધી વિટંબના આ માયાવીએ કરી છે. એણે બીજાના ઘરની લક્ષ્મી વાપરી નાખી છે અને પોતાની જાતને છુપાવી છે. આમ ધન્યકુમારની વાણી સાંભળીને રાજાએ ચોરને ઓળખ્યો અને પોતાના સેવકોને તેને મારી નાંખવાનો આદેશ કર્યો. રાજસેવકોએ તરત જ તેને પકડ્યો, એટલે આ પરિસ્થિતિમાં મુકાયેલો તે વિચારવા લાગ્યો, હવે મારૂં કપટ ચાલશે નહિ, જો હું મારું મૂળ
સ્વરૂપે પ્રગટ કરીશ તો કદાચ જીવી શકીશ, નહીં તો જીવી શકીશ નહિ.'
તરત જ પોતાની માયા નિષ્ફળ થવાથી અને બુદ્ધિ મંદ થવાથી તે ચારણે શ્રેષ્ઠી ધનકર્માનું રૂપ ત્યજી દઈને મૂળ સ્વરૂપ પ્રગટ કર્યું અને સભામાં રહેલા સર્વના સાંભળતાં તેણે પોતાનું વૃત્તાંત કહ્યું,
સર્વે લોકો મારું કથન સાંભળો, ઘણા દિવસો પહેલાં અમારા ચારણોનો એક મેળો મળ્યો હતો. પોતપોતની વાચાળતા અને કુશળતા પ્રગટ કરવાના સમયે કોઈએ કહ્યું કે, “આ બધાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org