________________
૧૭૫
ધન્યકુમારે કરેલું પારખું.
મંત્રીઓનાં આ વચનો સાંભળીને વિષાદપૂર્વક રાજાએ કહ્યું, જો આપણી સભામાં આ બંનેનો નિર્ણય ન થઈ શકે, તો તો મારી મહત્તામાં ખામી આવે, તેથી હવે શું કરવું ?' તે સમયે કોઈએ કહ્યું, “બહુરત્ના વસુંધરા' કહેવાય છે. આપનું આ નગર ઘણું મોટું છે, તેથી તેમાં કોઈક તો દેવોએ આપેલ વરદાનવાળો, અતુલ ચતુરાઈવાળો, ચારે બુદ્ધિનો ધણી બહુ પુણ્યના સમૂહવાળો પણ હશે, તેથી આખા નગરમાં કોઈ અદ્ભુત વસ્તુ આપવાના ઠરાવથી પડહ વગાડવો, જેથી આપનાં પુણ્યબળ વડે કોઈ તેવો પુરુષરત્ન પ્રગટશે કે, જે આ બંનેનો ભેદ પ્રગટ કરશે અને તમારી અને રાજ્યસભાની મહત્તા વધારશે. મંત્રીઓની વાણી સાંભળીને રાજાએ તરત જ આતુરતાથી કહ્યું, “જે કોઈ બુદ્ધિશાળી અતિ પ્રજ્ઞાવંત પુરુષશ્રેષ્ઠ આ બંનેનો સત્યાસત્યનો વિભાગ કરીને નિર્ણય કરી આપશે, તેને બહુ ધન સહિત આ ધનકર્માની પુત્રી પરણાવવામાં આવશે.” આખા નગરમાં રાજાની આજ્ઞાથી આ રીતે પડહ વગડાવવામાં આવ્યો.
પડહ વાગતો વાગતો ત્રિપથ, ચતુષ્પથ વગેરે બજારોમાં ફરતો ફરતો જે સ્થળે ધન્યકુમાર વસતા હતા, ત્યાં આવ્યો. ગોખમાં ઉમેલા ધન્યકુમારે તે પડહ સાંભળીને જરા હસીને પોતાની પાસે બેસનારાઓને કહ્યું, “રાજાની આવડી મોટી સભામાં કોઈએ પણ આ બંનેનો નિર્ણય ન કર્યો ?”
તેઓએ જવાબ આપ્યો, ‘સ્વામિન્ ! આપના જેવા અતુલ બુદ્ધિવાળા સિવાય બીજું કોણ તે કરી શકે ? આ સાંભળીને ધન્યકુમારે તે પડહ ઝીલી લીધો અને તેને આગળ જતો અટકાવીને તેઓ તરત જ રાજા પાસે જવા તૈયાર થયા.'
રાજા તે ખબર સાંભળીને બહુ હર્ષ પામ્યો અને તેણે મનમાં નિર્ણય કર્યો કે “ખરેખર ! નિર્ણય જરૂર કરશે.' ધન્યકુમારે સર્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org