________________
ધન્યકુમારને ઘરે અભયકુમાર
૧૮૩
ભોજનનો સમય થતાં સર્વે સભ્યોને વિસર્જન કરીને રાજા ભોજનને માટે ઉઠ્યા.
અભયકુમાર સાથે ભોજન કર્યા પછી, એકાંતમાં બેસીને કપટી વેશ્યા શ્રાવિકાના વેષે કપટથી લઇ ગઇ ત્યારથી માંડીને જે થયું અને જે અનુભવ્યું, તે બધું અહીં થયેલા આગમન સુધીનું અર્થતિ વૃત્તાંત મહારાજાએ અભયકુમારને પૂછ્યું.
અભયકુમારે પણ બોધવૃત્તાંત મહારાજાને સવિસ્તર કહી સંભળાવ્યો. રાજા તે સાંભળી માથું ધુણાવી વિસ્મિત ચિત્તથી કહેવા લાગ્યો; ‘પુત્ર ! આવા સંકટમાંથી નીકળવાને તું જ સમર્થ થાય, બીજો કોઈ થઈ શકે નહીં. હાલના કાળમાં બુદ્ધિ વડે આ જગતમાં તું જ અદ્વિતીય દેખાય છે.' આ રીતે આનંદપૂર્વક વાર્તાવિનોદ કરતાં તે બધાના કેટલાયે દિવસો સુખમાં વ્યતીત થઈ ગયા.
એકદા અભયકુમારે પિતાને પૂછ્યું : પૂજ્ય ! મારી ૐ ગેરહાજરીમાં રાજ્યનો નિર્વાહ સુખેથી થતો હતો ? કોઇજાતની ચિંતા કે દુઃખ ઉત્પન્ન થયા નહોતાં ?”
‘વત્સ તારા ગયા પછી આખા રાજ્યનો નાશ થઈ જાય તેવો પ્રબળ ઉત્પાત થયો હતો, પરંતુ અનુપમ બુદ્ધિના નિધાન એવા એક સજ્જન પુરૂષ ધન્યકુમારે મહાબુદ્ધિબળ વડે તે ઉત્પાતને જીત્યો છે, અને રાજ્યને દેદીપ્યમાન કર્યું છે.'
‘તે ધન્યકુમાર કોણ છે કે જેની આપ આટલી બધી પ્રશંસા કરો છો !'
‘તું જે દિવસે અહીં આવ્યો તે દિવસે જે મારી પડખે બેઠેલા હતા, તથા ભેટણું કરવાના સમયે જેનું ભેટલું નહિ લેવાની મેં સંજ્ઞાથી સૂચના કરી હતી તે જ તે ધન્યકુમાર હતા, તેના ગુણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org