________________
ધન્યકુમારને ઘરે અભયકુમાર
૧૮૫ શિક્ષામાં મેળવેલ કુશળતાથી વશ કરીને આલાનતંબે બાંધી દીધો હતો અને સર્વજનોનો ઉપદ્રવ દૂર કરીને સર્વની ઉપર ઉપકાર કર્યો હતો.'
“રૂપ, સૌભાગ્ય, વિજ્ઞાન, વિનય, ચાતુર્ય વગેરે અનેક ગુણોના સમૂહનો એ સ્વામી છે, વળી નિષ્કારણ ઉપકાર કરવાથી તથા નૈમિત્તિકના વચનથી કુસુમ શ્રેષ્ઠીએ, ધૂર્તિના વચનરૂપી કારાગારમાંથી છોડાવવાથી ગોભદ્રશ્રેષ્ઠીએ આમ તે બે શ્રેષ્ઠીઓએ પોતાની પુત્રીઓને તેમની સાથે પરણાવી છે, તથા રાજ્ય પર કરેલા અનેક ઉપકારો સંભારીને મેં પણ પ્રીતિની વેલડી વધારવા માટે પુત્રીનું પાણિગ્રહણ તેમની સાથે કરાવેલ છે.”
આમ પિતાના મુખેથી ધન્યકુમારના ગુણોની પ્રશંસા સાંભળીને ગુણીજનો પ્રત્યેના ગુણાનુરાગમાં શ્રેષ્ઠ અભયકુમાર ત્યારથી જ ગુણના હેતુભૂત ધન્યકુમાર ઉપર આનંદથી અતિશય પ્રેમ તથા ગાઢ અનુરાગ ધરવા લાગ્યા.
બીજે દિવસે અભયકુમાર પોતે જ પ્રેમની પરંપરા વધારવા તથા ભાવિના અતિશય સંબંધને સૂચવવા ધન્યકુમારના ઘેર ગયા. ધન્યકુમાર પણ અભયકુમારનું આગમન સાંભળીને તરત જ ઉભા થયા, અને કેટલાંક ડગલાં સામે લેવા ગયા.
અભયકુમાર વાહનથી નીચે ઉતર્યા. ગાઢ આલિંગન દઈને બન્ને જણાએ હર્ષપૂર્વક પરસ્પર પ્રણામ કર્યા. પછી ઘરમાં પ્રવેશ કરતાં “આપ આગળ ચાલો-આપ આગળ પધારો” એમ શિષ્ટાચાર તથા બહુમાનપૂર્વક અભયકુમારને તેઓ ઘરમાં તેડી ગયા અને ભવ્ય આસન ઉપર બેસાડીને ધન્યકુમાર કહેવા લાગ્યા
“આજે આ સેવક ઉપર મોટી કૃપા કરી. આજે મારા ઘેર વાદળાં વગર જ વરસાદની વૃષ્ટિ થઈ. પ્રમાદીના ઘેર ગંગા પોતાની મેળે ઉતર્યા. આજે આપના અહિં પધારવાથી મારા ઘરનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org