________________
ધન્યકુમારે કરેલું પારખું.
૧૭૩ છે, તેથી હું તો રાજાજી પાસે જઈને, તારું ધૂતારાનું મોટું ભાંગી નાંખી, સર્વ સભા સમક્ષ તને ખોટો ઠરાવી ગધેડા ઉપર બેસાડી આ દેશમાંથી બહાર કઢાવી મૂકીશ, દેશનિકાલ કરાવીશ.'
આમ વિવાદ કરતાં તેઓ બજારમાં આવ્યા અને ન્યાય કરનારાઓને બોલાવી તેઓની આગળ તે બંનેએ પોતપોતાની વાત કહી સંભળાવી. તે સાંભળી બજારમાં બેસનારા બધા વેપારીઓ વગેરે જેઓ બુદ્ધિશાળી તથા સત્યાસત્યનો નિર્ણય કરવામાં કુશલ હતા, તેવાઓ પણ આવી ન સંભવે તેવી વાત હોવાથી આશ્ચર્ય પામ્યા. તેમાં જેઓ દુર્જન હતા, તેઓ તો તે ધનકર્માને જોઈને આનંદ પામ્યા, પણ જેઓ સજ્જન હતા, તેઓ ખેદ પામતા બોલવા લાગ્યા, “અરે ! સંસારમાં કર્મની વિચિત્ર ગતિ છે. કર્મના ઉદયથી વિષમ એવી સ્થિતિ જિનેશ્વરદેવ અને જિનાગમ વગર અન્ય કોણ જાણી શકે તેમ છે ? અરે ભવ્ય જીવો ? જુઓ, કર્મપરિણામ રાજા મનુષ્યોને કેવા કેવા નાટક નચાવે છે ?'
ન્યાય કરનારા સર્વે તે બંનેને જોઈને વિસ્મય પામ્યા અને બોલવા લાગ્યા, “આ બંનેમાંથી એકેયમાં એક રોમમાત્ર પણ જૂનાધિકપણું નથી. તેથી શું કરવું ?” તે સાંભળી એક નિપુણ બુદ્ધિવાળો હતો તેણે જણાવ્યું કે, “આના પુત્રાદિક સ્વજન પુરુષોને પૂર્વે અનુભવેલા સંકેતાદિક પૂછો. જે તે સંકેતો બરાબર કહે તે સાચો ધનકર્મા સમજવો, બીજો ખોટો સમજવો.' મહાજનોએ તે પ્રમાણે કર્યું. ત્યારે મૂળ ધનકર્માએ સ્વાનુભૂત સંકેતાદિક કહ્યા, એ પ્રમાણે માયાવી ધનકર્માએ પણ દેવીની સહાયથી ચૂડામણિ શાસ્ત્ર દ્વારા જાણીને તે સર્વે સંકેતો સારી રીતે કહી દીધા.
આમ થવાથી સર્વે વેપારીઓ પણ સરખી સંકેતોની પૂર્તિ સાંભળીને દિમૂઢ બન્યા અને તેઓને મૂંઝવણ થઈ કે, “સરખા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org