________________
૧૭૨
ધન્યકુમાર ચરિત્ર લોકોમાં ગણાય છે. ઘરમાં રહેલ ધનકર્મા તો જેવી રીતે વૈરીના હાથમાં દ્રવ્ય આવે ત્યારે તે ગમે તેની પાસે વિચાર કર્યા વગર લૂંટાવે, તેમ આ બધું દ્રવ્ય લૂંટાવે છે. તેથી મારા અંતઃકરણમાં તો આ બહાર ઉભેલો જ ધનકર્મા સાચો જણાય છે.”
આ પ્રમાણે બહાર જતો કોલાહલ સાંભળીને ધનકર્મા શ્રેષ્ઠીનો મોટો પુત્ર રત્નદેવ બહાર આવ્યો. તેને જોઈને મૂળ ધનકર્માએ તેને કહ્યું, “રે પુત્ર ! ઘરમાં તે કોને સંગ્રહી રાખેલ છે !' આમ તેને બોલતો સાંભળીને રત્નદેવ પણ વિભ્રમમાં પડ્યો અને વિચારવા લાગ્યો, “આ શું ઉપાધિ ઉભી થઈ ?” એટલે તે મૌન ધારણ કરીને ઘરમાં ગયો અને કૂટ ધનકર્માને તેણે બધો વૃત્તાંત નિવેદન કર્યો, તે પણ તુરત જ ઉક્યો અને કહેવા લાગ્યો, “મેં ગઈ કાલે જ નહોતું કહ્યું કે ગામમાં બહુ ધૂતારા આવેલા છે, તેમાંથી આ કોઈ ધૂતારો અહીં આવ્યો હશે, પણ અસત્ય ક્યાં સુધી ટકશે ? તેનો નિર્વાહ ક્યાં સુધી થશે ?”
આ કહી તે બહાર આવ્યો.
સેવકો બધા તેને જોઈને ઉભા થયા. માયાવી ધનકર્માએ મૂળ ધનકર્માને કહ્યું, “રે તું ક્યાંથી આવ્યો છે ? અરે ધૂર્ત ! તું કોના ઘરમાં પ્રવેશ કરવા ઇચ્છે છે ? તે સાંભળી મૂળ ધનકર્માએ સ્પષ્ટ જવાબ આપ્યો, “હું જ આ ઘરનો સ્વામી છું, મેં આ સંપત્તિ બહુ કષ્ટ વડે મેળવેલી છે. પણ તું કોણ છે ? ધૂર્તકળાથી મારા ઘરમાં પેસીને મારું ધન આ પ્રમાણે તું કેમ લૂંટાવી મારે છે? હવે તું આમ બહાર નીકળી બજારમાં સાચો ન્યાય કરનારા વ્યાપારીઓનાં પંચ પાસે ચાલ, જેથી આપણા સાચા-ખોટાની પરીક્ષા થઈ જશે. ચોરની ગતિ મોર જેવી જ થાય છે. તે સાંભળી માયાવી ધનકર્માએ કહ્યું, “ઘરમાં હોય તે સાચો, બહાર રખડતો હોય તે ખોટો તે વાત સર્વે જાણે છે. તે હકીકત સ્પષ્ટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org