________________
૧૭૬
ધન્યકુમાર ચરિત્ર વૃત્તાંત સાંભળીને રાજાને કહ્યું, “સ્વામિન્ ! આ જગતમાં સત્ય ધર્મ જેવો બીજો કોઈ પણ ધર્મ નથી, તે જ ખરેખરો વિશ્વાસ કરવા લાયક છે. અહીં આ બંનેનો વિભાગ કોઈએ કર્યો નહિ, પણ સત્ય ધર્મ જ સત્ય અસત્યનો વિભાગ કરશે. પ્રથમ આ બંનેને સ્નાન કરાવીને તેની પાસે દિવ્ય કરાવવું પડશે. તેથી જે સાચો હશે તે તરત જ દિવ્ય કરી શકશે, બીજો કરી શકશે નહિ.'
આ પ્રમાણે ધન્યકુમારની વાણીને રાજાએ પણ અનુમોદન આપ્યું. પછી ધન્યકુમારે એક ઝીણા નાળચાવાળી ઝારી મંગાવી અને સભાની મધ્યમાં તેનું સ્થાપન કર્યું. લાખો લોકો આનો ન્યાય જોવા ત્યાં એકઠા થયા, બંને ધનકર્માને સભામાં લાવવામાં આવ્યા અને રાજા પાસે ઉભા રાખવામાં આવ્યા, તે સમયે ધન્યકુમારે ઉભા થઈને તે બંનેને કહ્યું, “તમે બંને સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરીને સભામાં શીધ્ર આવો.' તેઓએ તે પ્રમાણે કર્યું અને રાજ્યસભામાં આવ્યા.
એટલે ફરીથી ધન્યકુમારે તે બંનેને કહ્યું, “તમારા બેમાંથી જે કોઈ ધર્મના પ્રભાવથી આ ઝારીની નળીના એક મુખેથી પ્રવેશી બીજે મુખેથી બહાર નીકળશે તે સાચો ધનકર્મા ગણાશે.” આવું સાંભળીને ખોટો ધનકર્મા મનમાં આનંદ પામ્યો અને વિચારવા લાગ્યો, “બહુ સારું થયું, દેવીના વરદાનના બળથી હું તે નળીમાં પેસીને બહાર નીકળીશ અને સાચો ઠરીશ. પછી તે ઘર, તે ધન અને સર્વ મારું જ થશે.” મૂળ ધનકર્મા તો તે સાંભળીને ચિંતામાં પડ્યો અને વિચારવા લાગ્યો, “આ અતિ નાના નાળચામાં પેસવું અને નીકળવું એ બંને દુષ્કર છે, આ ન્યાયથી મારું શું થશે ?' આ પ્રમાણે તે ચિંતામાં પડ્યો.”
વળી ફરીથી ધન્યકુમારે કહ્યું, ‘તમારે આ ઝારીની નળીમાં પ્રવેશ કરતાં આમ કહેવું કે, રે દેવી અને દેવો ! જો હું સાચો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org