________________
૧૪૦
ધન્યકુમાર ચરિત્ર મંત્રીપુત્રી સરસ્વતીએ કરેલી પ્રતિજ્ઞાની વાર્તા આખા નગરમાં અને ગામડામાં વિસ્તાર પામી ગઈ. આ વાત સર્વત્ર ફેલાવાથી જેઓ થોડા ઘણા પણ શબ્દ, છંદ, અલંકારાદિ શાસ્ત્રાભ્યાસથી પોતાના બુદ્ધિકૌશલ્યની મહત્તા માનતા હતા, તે રાજપુત્રાદિક સર્વે ગર્વપૂર્વક “અમારી પાસે તે કોણ માત્ર છે ?' એમ અભિમાન ધારણ કરતા તેને પરણવાને માટે ઉઘુક્ત થઈને ઉત્સાહ સાથે સરસ્વતી પાસે આવવા લાગ્યા અને પોતાને જે જે ગૂઢ સમસ્યા વગેરે આવડતું હતું તે તે સરસ્વતીને પૂછવા લાગ્યા. આ પ્રશ્નોના તે મંત્રીપુત્રી ઉત્તમ રીતે સચોટ પ્રત્યુત્તર આપતી હતી. કોઈના પણ ગમે તેવા પ્રશ્નોનો ઉત્તર આપવામાં તે સહેજ પણ સ્કૂલના પામતી નહિ. તેને પરણવાના ઉત્સાહવાળા અનેક પુરુષો પોતાના હૃદયમાં કલ્પેલી અનેક પ્રકારની સમસ્યાઓ પૂછવા દરરોજ આવતા હતા, પરંતુ તે કન્યા સાંભળવા માત્રથી તરત જ તેનો ઉત્તર આપતી હતી. તેથી બધા વિલખા થઈને પાછા જતા હતા.
એક દિવસે તે મંત્રીપુત્રી સરસ્વતીએ પોતાની બુદ્ધિનું કૌશલ્ય દેખાડવાની ઇચ્છાથી રાજાને સાક્ષી રાખીને રાજસભામાં આ પ્રમાણે બે શ્લોકો પોતાની દાસી દ્વારા તેનો જવાબ પ્રાપ્ત કરવા મોકલાવ્યા. गंगायां दीयते दान-मेकचित्तेन भाविना । दाताऽहो ! नरकं याति, प्रतिग्राही न जीवति ॥१॥
ગંગાનદીમાં એક ચિત્તથી ભાવપૂર્વક દાન દેનાર પુરુષ અહો! નરકમાં જાય છે અને ગ્રહણ કરનાર જીવતો નથી. આનું રહસ્ય શું?”
का सरोवराण सोहा ? को अहीययरो दाणगुणे, जाओ ?। अत्थग्गहणे को निउणो ? मरुधरे केरिसा पुरिसा ? ॥ २॥ “સરોવરની શોભા કઈ છે? દાનગુણમાં અધિક કોણ થયું છે? ધન ઉપાર્જવામાં કોણ કુશળ છે? અને મરૂધરમાં કેવા પુરુષો હોય છે?'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org