________________
૧૫૮
ધન્યકુમાર ચરિત્ર તે ચારણે જાણી લીધો. પછી તેણે વિચાર કર્યો કે, “આની સાથે મારે કલહ કરવો તે વ્યાજબી નથી, કારણ કે તેમ કરૂં તો આ શ્રેષ્ઠીને પ્રસન્ન કરીને હું ભોજન લાવીશ.” એવી જે મેં પ્રતિજ્ઞા કરી છે અને અત્રે આવ્યો છું, તેમાં હાનિ થાય.
“આ કહે છે કે, કાલે આપીશ.” પણ મૂળથી “નહિ દઉં' તેમ તો કહેતો નથી, તેથી આની પાછળ પડીને હંમેશા તેની પાસે માંગીને હું એને થકવી દઉં. કેટલા વખત સુધી તે મને આવો ને આવો પ્રત્યુત્તર આપ્યા કરશે? અંતે થાકીને તે આપશે, છેવટે લોકલજ્જાથી પણ મારું કાર્ય સિદ્ધ થશે, તેના અને મારા ભાગ્યનો વિલાસ હવે જોઈએ છીએ, તેમાં કોણ હારે છે ? તે પણ જોવાનું છે. આમ વિચારીને હંમેશાં તે શ્રેષ્ઠીના ઘેર આવી આશીર્વાદ આપવા લાગ્યો અને ભોજનની યાચના કરવા લાગ્યો, તે શ્રેષ્ઠી પણ પહેલા દિવસે જે વચન વડે ઉત્તર આપ્યો હતો તે જ વચન વડે હંમેશાં ઉત્તર આપતો. ત્યારે તે ચારણે એક વખતે પૂછયું, “કાલ ક્યારે થશે ? ધનકર્માએ જવાબ આપ્યો, “હમણાં તો આજ વર્તે છે. કાલની કોને ખબર છે ? કાલ થશે ત્યારે આપીશ.” આમ કહીને તેણે તેને વિસર્જન કર્યો.
આ પ્રમાણે હંમેશાં કરતાં ઘણા દિવસો વ્યતીત થયા પણ ધનકર્માએ તે ભાટને કાંઈ પણ આપ્યું નહિ, છેવટે તે ઈશ્વરદત્ત ચારણ આંટા ખાઈ ખાઈને થાક્યો અને આશાભગ્ન થવાથી વિચારવા લાગ્યો, “આ કૃપણ અને અતિ લોભી કોઈ ઉપાય વડે ખર્ચ કરતો નથી, પણ હવે કોઈ પણ જાતના પ્રપંચ વડે મારે તેની પાસે ખર્ચ કરાવવો છે, પાણીનો ડોળ હલાવ્યા વગર અગર તો પાણી કાઢવાનો કોસ ચલાવ્યા વગર શું પાણી કૂવામાંથી બહાર કાઢી શકાય છે ?” નીતિશાસ્ત્રમાં પણ કહ્યું છે કે, “શઠની સાથે શઠતા કરવી.' વક્ર બુદ્ધિવાળો હોય તો પરાણે પુણ્ય કરે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org