________________
ધન્યકુમારે કરેલું પારખું.
૧૬૫ તેઓએ પ્રાપ્ત કર્યું હતું. તો આ શ્રેષ્ઠીમાં તો એવો દોષ ક્યાં હતો? માત્ર કૃપણપણું જ હતું. તે નિગ્રંથ મુનિના ઉપદેશથી તેણે જાણું, પણ આ શ્રેષ્ઠી ખરેખર ધન્ય છે કે તેની આવી જન્મથી કુસંસ્કારોના કારણે રહેલી કૃપણતા નાશ પામી, આપણા જેવાની તેવી મતિ ક્યારે થશે ?' આ પ્રમાણે ઉત્તમ જીવો તેની સ્તુતિ કરતા હતા.
કોઈ વળી બોલતા હતા, “આનું આયુષ્ય હવે અલ્પ રહ્યું જણાય છે, જેથી જન્મનો સ્વભાવ પણ તેનો ફરી ગયો. સ્વભાવ પલટો થઈ ગયો.” જ્યોતિષશાસ્ત્રમાં કહ્યું છે કે “જ્યારે જન્મની પ્રકૃતિ એકદમ પ્રયત્ન વિના ફરી જાય, ત્યારે આયુષ્ય અલ્પ બાકી રહ્યું હોય છે તેમ સમજવું.” આમ જેના મનમાં જેમ આવતું તેમ સર્વ કોઈ બોલતા, ઘણા માણસોનાં મોઢાં બંધ કોનાથી થઈ શકે છે ?
હવે એક દિવસ તે કૂટ ધનકર્મા રાજદરબારમાં ગયો અને બહુ મૂલ્યવાળી ભેટ રાજા આગળ ધરીને રાજાને પગે લાગી ઉભો રહ્યો. રાજા પણ નવી જાતની મહામૂલ્યવાળી તેની ભેટ જોઈને બહુ પ્રસન્ન થયો અને આદરપૂર્વક તેને બોલાવીને કહેવા લાગ્યો, “અહો શ્રેષ્ઠી ! તમારા ચિત્તમાં આવી ઉદાર બુદ્ધિ ક્યાંથી થઈ ? પહેલાં તો લોકો હંમેશાં તમારા કૃપણતાના દોષની જ વાતો કર્યા કરતા હતા અને હમણાં તો ક્ષણે ક્ષણે તમારા દાન, ભોગ વગેરેમાં ઉદારતાની જ વાતો સંભળાય છે. આ કેવી રીતે બન્યું? સાચેસાચું કહો.”
એટલે તે કૂટ શ્રેષ્ઠીએ પૂર્વે કહેલ મુનિ મહારાજની દેશના વગેરે પ્રતિબોધ પામવાના કારણરૂપ થયા હતા, તે કલ્પિત વૃત્તાંત બતાવ્યો. રાજા પણ તેની વાત સાંભળીને ચિત્તમાં ચમત્કાર પામ્યો અને કહેવા લાગ્યો, “અહો ! જીવની ગતિ અચિંતનીય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org