________________
૧૬૬
ધન્યકુમાર ચરિત્ર સર્વજ્ઞ વિના કોઈ તે ગતિને જાણી શકતા નથી.” આ પ્રમાણે કહીને ઉચિત સન્માન તથા પ્રસાદ આપીને રાજાએ કહ્યું, “મારા લાયક રાજ્યને અંગે જે કાંઈ કામકાજ હોય તે સુખેથી કહેજો, મનમાં શંકા રાખતા નહિ.' ઇત્યાદિ કહી તે માયાવી શ્રેષ્ઠીને સંતોષીને વિસર્જન કર્યો. તે પણ પ્રણામ કરીને ઉક્યો અને મનમાં વિચાર કરવા લાગ્યો, “અહો ? દાન વડે શું થતું નથી ? દાનથી દેવો પણ સાનુકૂળ થાય છે, તો પછી મનુષ્યની તો શી વાત ?' આવા વિચારો કરતો તે ધનકર્મા શ્રેષ્ઠી ઘેર આવ્યો.
આ પ્રમાણે માયાવી ધનકર્મા શ્રેષ્ઠીના તે નગરમાં દરેક ઘરે, દરેક રસ્તા ઉપર અને તે નગરીની આજુબાજુના દરેક નાના, મોટા ગામોમાં યાચકજનોએ યશ અને શોભા વિસ્તારી દીધાં અર્થાત્ તે સર્વત્ર વિખ્યાત થઈ ગયો.
આ બાજુ, મૂળ ધનકર્મા પોતાના નગરેથી કામકાજ માટે જે ગામમાં ગયેલ હતો, તે જ ગામમાં કોઈ યાચક માયાવી ધનકર્મા પાસેથી યાચના કરતાં ઈચ્છાથી પણ અધિક ધન, વસ્ત્ર, આભરણાદિક મેળવીને તે માયાવી ધનકર્માની પ્રશંસા કરતો પોતાના ગામ બાજુ જઈ રહ્યો હતો, ત્યાં રસ્તામાં એક શ્રેષ્ઠીની દુકાન ઉપર મૂળ ધનકર્મા બેઠો હતો અને વ્યાપારાદિકની વાતો કરતો હતો. તેની પાસેની દુકાનવાળાએ આ વસ્ત્રાભરણથી શોભતા યાચકને રસ્તે જતાં ઓળખીને બોલાવ્યો. તે યાચક પણ તેની પાસે આવીને ધનકર્માના યશને વર્ણવતો કહેવા લાગ્યો, “અરે લક્ષ્મીનો આશ્રય કરીને રહેલા લક્ષ્મીપુર નામના નગરમાં કર્ણ, બલિ વગેરે દાનેશ્વરીને ભુલાવી દેનાર, સાક્ષાત્ કુબેરના અવતાર જેવો, પુણ્યનો જાણે કે સમૂહ જ એકઠો થયો હોય તેવો, બધા દાનેશ્વરીઓમાં અગ્રેસર ધનકર્મા નામે શ્રેષ્ઠી વસે છે. તેણે મારા જેવા ઘણાઓનાં દારિદ્રયને ફેડી નાંખ્યા છે. વર્તમાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org