________________
ધન્યકુમારે કરેલું પારખું.
૧૬૯ જે કામ બાકી રહેશે તો તે માટે ફરીવાર હું પાછો આવીશ.” આમ મનમાં વિચાર કરીને દિવસ થોડો બાકી હતો, તેવામાં તે પોતાના લક્ષ્મીપુર નગરના રસ્તે પડ્યો. માર્ગે કોઈ ગામમાં તે સૂતો, પણ રાત્રીમાં માનસિક ચિંતાના યોગથી તેને નિદ્રા આવી નહિ. સંતાપમાં રાત્રી વ્યતીત કરીને પ્રભાતે તે પોતાના નગર તરફ આવ્યો.
કપટી ધનકર્માને દેવપ્રયોગથી તેના આગમનની પહેલેથી જ ખબર પડી ગઈ. તેથી દ્વારપાળોને તેણે કહી રાખ્યું કે, “રે સેવકો, હાલ આ ગામમાં બહુરૂપી ધૂતારાઓ ઘણા આવેલા છે. અનેક પ્રકારની પૂર્તિકળા કેળવીને તેઓ લોકોને છેતરે છે, તેમાં વળી કેટલાક તો કોઈ ઘરધણીના જેવું જ રૂપ કરીને ઘરમાં પ્રવેશીને ઘરમાંથી લક્ષ્મી વગેરે સારી વસ્તુઓ ઉપાડી જાય છે, તેથી સાવધાનપણે રહેજો, કોઈ અજાણ્યો માણસ ઘરમાં આવે તો તેને અટકાવજો, પેસવા દેશો નહિ.' મધ્યાહ્ન લગભગ થતાં મૂળ ધનકર્મા પોતાના નગર લક્ષ્મીપુરમાં આવ્યો અને લોકોએ નગરમાં તેને પ્રવેશ કરતો જોયો.
તેને જોઈને અંદર અંદર કાનની પાસે આવીને તેઓ કહેવા લાગ્યા, “અરે ! આજે વળી ધનકર્મા મૂળ વેષ વગેરે પહેરીને પગે ચાલતો ક્યાંથી આવે છે ?” તે સાંભળીને બીજો બોલ્યો, “આ ધનકર્માના જેવા જ રૂપવાળો કોઈ મુસાફર આવતો જણાય છે.” પેલાએ કહ્યું, “તું સાચું કહે છે, કારણ કે મેં આજે સવારે જ સુખાસનમાં બેસીને ઘણા સેવકોથી પરિવરેલા ધનકર્માને આ રસ્તે જતાં જોયો છે.' ત્યારે ત્રીજો બોલ્યો, “ધનકર્મા તો આ જ છે, કારણ કે આને જોતાં જોતાં મારો આખો જન્મારો પૂરો થઈ ગયો. જો આ ધનકર્મા ન હોય તો આપણે શરત કરીએ.' આમ વિવિધ પ્રકારની વાતો તે નગરમાં થવા લાગી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org