________________
ધન્યકુમારે કરેલું પારખું.
૧૬૭ સમયમાં તો આવો દારિદ્રયને ચૂરનારો, ઇચ્છાથી પણ અધિક દાન દેવાવાળો મેં કોઈ જોયો નથી કે સાંભળ્યો પણ નથી. તેની માતાએ તેને જ જન્મ આપ્યો છે, ઉદાર દાનેશ્વરી ગુણોથી શોભતો આ મહાન દાતા છે, આના જેવો દાનેશ્વરી કોઈ થયો નથી, તેમ કોઈ થશે પણ નહિ. શું તેનું વિશેષ વર્ણન કરું ? સાક્ષાત્ બ્રહ્મા પણ તેના ગુણોને કહેવાને સમર્થ નથી.'
આ વાત પાસેની દુકાન ઉપર બેઠેલા સાચા ધનકર્માએ સાંભળી. તે સાંભળતાં જ તેનાં ચિત્તમાં ચમત્કાર ઉત્પન્ન થયો અને તે વિચારવા લાગ્યો, “અહો ! મારા નગરમાં ધનવંત ધનકર્મા તો હું એક જ છું. એ નામવાળો બીજો કોઈ જોયો નથી, તેમ સાંભળ્યો પણ નથી ! અને હું તો અહીં છું ! અથવા આ ધનકર્મા કોઈ અન્ય ગામથી આવ્યો છે કે શું ? આ પ્રમાણે શંકાયુક્ત ચિત્તથી તેણે યાચકને પૂછયું, “તે કહેલો ધનકર્મા કયા ગામથી આવેલો છે ?” યાચકે કહ્યું, “આવેલ છે, તેમ શું પૂછો છો? તે તો તે જ લક્ષ્મીપુર નગરનો રહેવાસી છે. કુબેરપોળમાં તે રહે છે. રૂપમાં સાક્ષાત્ તમારા જેવો જ છે, ગુણોમાં તો દેવથી પણ ઘણો અધિક છે.”
આ પ્રમાણે યાચક પાસેથી હકીકત સાંભળીને તે મૂળ ધનકર્મા જે કૃપણોમાં શિરોમણિ હતો, તેના ચિત્તમાં મોટી ચિંતા ઉભી થઈ, “આ યાચક શું બોલે છે ? તે નગરમાં ને તે પોળમાં મારા જેવો કોઈ રહેતો નથી, તો પછી મારા નગરમાં તેવો અન્ય કોણ હોય ?' આ પ્રમાણે વિચારીને તેણે ફરીને પૂછયું, “તું જે બોલે છે, તે મને બિલકુલ સમજાતું નથી. તેથી જ હું વારંવાર પૂછું છું. ભિખારીને સો આભો હોય છે. તેથી ક્ષણે ક્ષણે જુદું બોલવું તમારી જાતિનો ધર્મ છે, તેથી હું તને ફરી પૂછું છું કે, તું જે બોલે છે તે તે કોઈને મોઢેથી સાંભળ્યું છે ? અથવા તે પોતે જ તે દેખ્યું છે?
Jain Education International
For Private & Personal Use Only,
www.jainelibrary.org