________________
૧૬ ૨
ધન્યકુમાર ચરિત્ર મૃત્યુ પામનાર જીવને પ્રાપ્ત થાય છે અને અનુમતિ નહિ હોવાથી તે લક્ષ્મીથી જે કાંઈ પુણ્ય કાર્યો થાય છે, તે પુણ્યનો ભાગ તેને મળતો નથી. પાપ તો પૂર્વે લખાયેલા દેવા-કરજના કાગળના જેવું છે. સહી કરી આપીને જે કરજ કરેલું હોય, તે દેવું આપી દીધા વગર તેનું વ્યાજ ઉતરતું નથી, વ્યાજ વધ્યા જ કરે છે, પુણ્ય તો નવીન વ્યાપારને અંગે વસ્તુગ્રહણમાં છે.
નવીન વ્યાપારમાં જે બોલે (સોદો કરે) તે જ લાભ પામે છે, તેવી જ રીતે પુણ્યમાં પણ અનુમતિ વિના લાભ મળતો નથી. આ પ્રમાણે લક્ષ્મી આ ભવ અને પરભવ બંનેમાં દુઃખ દેનારી છે. જેઓ શાસ્ત્રનું રહસ્ય ભણેલાં હોય, જેમને ધર્મની સામગ્રી મળી હોય તે પુરુષોને તો કાયષ્ટિ જેવી લક્ષ્મી પણ મુક્તિનું સુખ આપનારી થાય છે. કારણ કે, ડાહ્યો, બુદ્ધિમાન પુરુષ કાશયષ્ટિના વૃક્ષને મૂળમાંથી ઉખેડી નાંખીને તેને પરિકર્મિત કરીને જુદા જુદા ક્ષેત્રોમાં ફરીને વાવે છે, પછી તે જ કાશયષ્ટિનું ઝાડ શેરડીના ઝાડ જેવું થઈ જાય છે, તેવી જ રીતે કાશયષ્ટિરૂપ લક્ષ્મીને પણ જે માણસો જિનભવન, જિનબિંબ ઇત્યાદિ સાતે શુભ ક્ષેત્રોમાં વાપરે છે, તેને શેરડીના વૃક્ષની જેમ પરંપરાએ તે લક્ષ્મી મોક્ષનું સુખ આપનાર થાય છે, નહિ તો તે સર્વ રીતે અનર્થકારી જ થાય છે.'
ત્યારબાદ ઉપકારી ગુરૂમહારાજે વિશેષમાં ફરમાવ્યું કે, ‘દાન, ભોગ અને નાશ તે પ્રમાણે ધનની ત્રણ ગતિ છે. જે દાન દેતો નથી, તેમજ જે લક્ષ્મીને ભોગવતો નથી, તેની લક્ષ્મીનું પરિણામ છેવટે નાશરૂપ આવે છે. ત્રીજી ગતિ (નાશ) થાય છે. આમ હોવાથી ઉત્તમ પુરુષોને લક્ષ્મી મળતાં તેનું શ્રેષ્ઠ ફળ દાન છે. ભોગ તેનું મધ્યમ ફળ છે.” જે પુરુષ આ બે ફળમાંથી એક પણ ઉત્તમ કે મધ્યમ ફળ મેળવતો નથી, તેને તેની લક્ષ્મીનું ત્રીજું કનિષ્ટ ફળ (નાશ) મળે છે. પૂર્વ પુણ્યનો ક્ષય થાય એટલે લક્ષ્મી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org