________________
૧૪૮
ધન્યકુમાર ચરિત્ર તેથી પુત્રી ! દોષના સમૂહવાળી-દોષોની ખાણરૂપ લક્ષ્મી ગૃહસ્થોથી ત્યજી શકાતી નથી, ઊલટું લક્ષ્મીની મમતાથી સંસારમાં અનર્થો થાય છે, માટે તમારે લક્ષ્મીની ચંચલતા સમજીને પરસ્પર એના કારણે કલહ કરવો નહિ. સ્નેહને ત્યજવો નહિ, ગમે તેવો સ્વાર્થ હોય તોયે ડાહ્યા માણસોએ સુખની ઇચ્છાથી કુટુંબના ક્લેશને ત્યજવો જોઈએ. માટે તમારે હમેશાં એકબીજા ઉપર સ્નેહભાવ રાખીને એકઠા જ રહેવું-જુદા થવું નહિ. નીતિશાસ્ત્રમાં પણ કહ્યું છે કે, “સંપ ત્યાં જંપ. તંતુઓ પણ એકઠા થાય તો દોરડું બનીને ગજેન્દ્રને પણ બાંધી શકે છે. જે પાણી પર્વતોને પણ ભેદે છે અને જમીનને પણ ફાડી નાંખે છે, તે જ પાણીના સમૂહને ઘાસ મોટા પ્રમાણમાં એકઠું થયું હોય તો રોકી રાખે છે.”
પુરુષોને જ્યાં ત્યાં સર્વત્ર સંગતિ થઈને રહેવામાં જ લાભ છે. તેમાં પણ પોતાના કુટુંબીજનો સાથે તો વિશેષ કરીને સ્નેહપૂર્વક રહેવું તે જ અત્યંત લાભદાયી છે. જો ક્લેશથી અથવા વિરૂદ્ધ ભાવથી રહીએ તો તેનું ફળ પણ વિરૂદ્ધ આવે છે. યશ, ધન, પ્રતિષ્ઠા, ગૌરવ, સુખ, શાંતિ વગેરેની વૃદ્ધિ થતી નથી, જેવી રીતે ચોખાને તેની ઉપરનાં ફોતરાં છોડી દે છે, ચોખા અને ફોતરાં જુદા પાડવામાં આવે છે, ત્યાર પછી તે ચોખા વાવવાથી ઉગતા નથી. તે રીતે જગતમાં મનુષ્યો નિર્ધન છતાં પણ પોતાના કુટુંબીઓ સાથે રહેવાથી જ શોભાને પામે છે.”
જ્યાં સુધી પોતાના કુટુંબમાં પરસ્પર ક્લેશ થતો નથી, ત્યાં સુધી જ ધન ધાન્યાદિક પરિગ્રહથી યુક્ત એવા ગૃહસ્થોને પોતાના ઘરમાં રહેલા પ્રતાપ, ધન, ગૌરવ, પૂજા, યશ, સુખ અને સંપત્તિની પ્રાપ્તિ થાય છે, પરંતુ કલહ ઘરમાં પ્રવેશતાં જ આ સર્વનો નાશ થાય છે, છતાં જ્યારે તમારે પુત્ર પૌત્રાદિકનો મોટો પરિવાર થાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org