________________
કલા અને બુદ્ધિનો વિલાસ
૧૫૧
આમ લજ્જા રહિત બોલતા તે નાના ભાઈએ કોઈને ભાગ આપ્યો નહિ. ધનના કારણે આથી તે ભાઈઓને પરસ્પરનો સ્નેહ ઢીલો પડી ગયો અને હંમેશાં તેમનાં ઘરમાં કલહ થવા માંડ્યો. ઘણા દિવસ ક્લેશ ચાલ્યો ત્યારે ક્લેશથી તેઓનાં મન અત્યંત ખિન્ન થયાં અને અંતે આનું યોગ્ય નિરાકરણ પ્રાપ્ત કરવા તેઓ પોતાના સમાજમાં અગ્રગણ્ય ગણાતા મહાજન પાસે આવ્યા. માધ્યસ્થભાવ ધારણ કરનારા તે મહાજનના ભાઈઓ પણ તેઓના ક્લેશની વાર્તા સાંભળીને પોતપોતાના બુદ્ધિવૈભવનો ઉપયોગ કરવા લાગ્યા, છતાં કાંઈ રહસ્ય તેઓ આમાંથી ન પામી શક્યા, અંતે તેઓ થાક્યા અને દિગ્મૂઢ બન્યા, પણ કાંઈ નિર્ણય કરી શક્યા નહિ.
તેઓએ છેવટે કહ્યું, ‘રાજ્યદરબારમાં ઘણા બુદ્ધિશાળી માણસો હોય છે, તેથી રાજ્યદરબારમાં જાઓ. ત્યાં રાજાના પ્રતાપથી તથા તેના પુણ્ય ઉદયના બળથી તમારા પરસ્પરના કલહનું શાંતિથી નિરાકરણ થશે અને બધી વાત સમજાશે.' વ્યાપારીઓનો ઉત્તર સાંભળીને જેવી રીતે વાદવિવાદ કરનારાઓ અંદર અંદર વાદવિવાદ કરી છેવટે નિર્ણય ન થાય ત્યારે સર્વજ્ઞ સમીપે જાય છે, તેવી રીતે તે બધા રાજ્યસભામાં રાજા પાસે ન્યાય મેળવવા માટે ગયા.
રાજ્યસભામાં જઈને પોતપોતાનાં દુ:ખની વાત કરતાં તેઓ ઉભા રહ્યા. ત્યાં પણ ન્યાયમાં ચતુર એવા મંત્રીઓ પણ તેમનો ક્લેશ શમાવી શક્યા નહિ. ત્યારે રાજાએ વિચાર્યું, ‘આ કલહનું કોઈ યોગ્ય નિરાકરણ કરી શકતું નથી. પણ બુદ્ધિશાળી એવા ધન્યકુમાર જરૂર આ વિવાદનો અંત લાવશે.’ એમ વિચારીને ધન્યકુમારને તે માટે જિતારી રાજાએ વિચાર કરવા બોલાવ્યા.
અતિશય બુદ્ધિશાળી ધન્યકુમાર બધી હકીકત જાણ્યા પછી રાજાની આજ્ઞા મળવાથી તે ત્રણે ભાઈઓને કહેવા લાગ્યા,
Jain Education International
For Private & Personal Use Only
1
www.jainelibrary.org