________________
૧૪૬
ધન્યકુમાર ચરિત્ર હોય તો અસત્યના ભયથી મિતભાષી છે, તેમ વખણાય છે. જો તે શ્રીમંત ઉતાવળથી કાર્ય તથા ક્રિયાઓ કરનાર હોય તો કહેવાય છે કે, “અહો ! આ તો બહુ ઉદ્યમવંત છે, તેનામાં આળસ તો મુદલ નથી અને જો આળસુ અને ધીમું કાર્ય કરનાર હોય તો “અહો કેવો ધીર છે ! ઉતાવળથી કોઈ કાર્ય કરવું જ નહિ, એ નીતિવાક્યમાં આ કુશળ છે.” એમ કહેવાય છે.
જો પૈસાદાર બહુ ખાનાર હોય તો લોકો કહે છે, “અહો મહાપુણ્યશાળી છે, પુણ્યના ઉદયવાળો છે, તેથી બંને શક્તિ પ્રાપ્ત થઈ છે, તે કેમ ન ખાય ? કહ્યું છે કે ભોજન, ભોજનની શક્તિ, ઉત્તમ સ્ત્રીઓ ને રતિની શક્તિ, વૈભવ ને દાનશક્તિની પ્રાપ્તિ તે અતિ ઉગ્ર તપશ્ચર્યાનું ફળ છે.” આમ કહીને તેની સ્તુતિ કરે છે. જો વળી ઓછું ખાનાર હોય તો “આને ઘેર બધું ભરેલું છે. તેથી તે તૃપ્ત થઈ ગયેલ જ છે.' તેમ કહે છે. “જો ધનવંત વસ્ત્ર આભરણ વગેરેના બહુ આડંબર યુક્ત બહાર જાય તો “આ ધનવંતે પૂર્વભવમાં પ્રબળ પુણ્ય કર્યું છે, જેથી મળ્યું છે પણ ઘણું અને મળ્યું તેનો વિલાસ પણ ભોગવે છે. પામ્યાનો સાર તો ભોગવાય ત્યારે જ છે.' તેમ કહે છે. વળી જો વસ્ત્ર-આમરણાદિક ન પહેરે, બહુ ઠાઠમાઠ ન કરે તો “અહો ! આ પુરુષનું ગંભીરપણું, ધાર્મિકપણું, સાદાઈ, સંતોષ કેવો છે ?” તેમ કહી પ્રશંસા કરે છે.'
જો શ્રીમંત બહુ ખ તો તે ઉદારચિત્તવાળો, પરોપકારી” કહેવાય છે. જો ઓછો ખર્ચ કરે તો “આ તો યોગ્યાયોગ્યનો જાણકાર છે, વિચારીને કાર્ય કરનાર છે, જે ઉચિત લાગે તે જ કરે છે. બહુ દ્રવ્ય હોય તેથી શું તેને રસ્તામાં ફેંકી દે ?' એમ લોકો બોલે છે. બધાં નિમિત્ત ધનવાનને તેના પુણ્યોદયના કારણે ગુણના કારણરૂપ ગણાય છે, તે જ સર્વે નિમિત્તો નિર્ધનને તેની પુણ્યાઈ ઓછી હોવાથી દોષના કારણરૂપ મનાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org