________________
કલા અને બુદ્ધિનો વિલાસ
૧૪૩ કે નાગ અને નારંગ શબ્દ બોલતા ઓષ્ટ-પુટ-હોઠ એકબીજાને અડતા નથી. લિંબ, તુંબ બોલતાં અડે છે.” “લગ-લગ' એમ બોલતા અડતા નથી, ત્યારે “મા-મા' એમ બોલતાં તે બંને એક બીજાને અડે છે, સ્પર્શે છે અર્થાત્ ઓષ્ઠ સ્થાનીય પ, ફ, બ, ભ, મ આ અક્ષરોનો ઉચ્ચાર કરતાં ઓષ્ઠ એકબીજાને અડે છે અને એ સિવાયના કોઈપણ અક્ષરો બોલતાં તે અડતા નથી. સભામાં સભ્યો સમક્ષ કુમારીએ કહેલી સમસ્યાનો અર્થ ધન્યકુમારે સ્પષ્ટ રીતે કહેવાથી અને ધન્યકુમારે કહેલા પદ્યનો અર્થ નહીં સમજવાથી કુમારીની પ્રતિજ્ઞા પૂર્ણ થઈ.
તેથી મંત્રીશ્વર સુબુદ્ધિએ પોતાની પુત્રી સરસ્વતીની સન્મુખ જોઈને કહ્યું, “બહેન ! તારી પ્રતિજ્ઞા પૂર્ણ થઈ છે, તેથી આ મહાપુરુષની સાથે તું પાણિગ્રહણ કર.” મંત્રીએ કહ્યું, એટલે સરસ્વતીએ પિતાનું વચન હર્ષપૂર્વક સ્વીકાર્યું. ત્યાર પછી મંત્રીએ અતિ આદરથી ધન્યકુમારનો સત્કાર કરીને મોટા મહોત્સવપૂર્વક તેઓનું પાણિગ્રહણ કરાવ્યું.
તે નગરમાં બત્રીશ કોટી સુવર્ણનો સ્વામી પત્રમલ્લ નામનો એક મોટો વેપારી રહેતો હતો. તેને વિનયાદિક ગુણોથી શોભતા ચાર પુત્રો હતા. તેઓના નામ રામદેવ, કામદેવ, ધર્મદેવ અને શ્યામદેવ હતા, તે ચારે પુત્રો ઉપર પત્રમલ્લ શ્રેષ્ઠીને નિર્દોષ, સુશીલ, સંસ્કારી અને ગુણોના એક ધામરૂપ સાક્ષાત્ જાણે કે લક્ષ્મી જ હોય તેવી લક્ષ્મીવતી નામની પુત્રી હતી. સમસ્ત પ્રકારનાં સાંસારિક સુખોથી તે શ્રેષ્ઠી સુખી હતો.
આત્મિક સુખની ઇચ્છાવાળો શ્રેષ્ઠી સુદેવ, સુગુરુ, સુધર્મની ભક્તિથી હંમેશાં આરાધના પણ કરતો હતો. પવિત્ર સુપાત્ર એવા સાધુ-સાધ્વીની દરરોજ તે ભાવપૂર્વક ભક્તિ કરતો હતો. દીન, હીન તથા દુઃખીજનોનો અનુકંપા વડે ઉદ્ધાર કરતો હતો તથા
તઓનું પાણિકુમારનો ; સ્વીકાર્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org