________________
૧૩૦
ધન્યકુમાર ચરિત્ર છે. તે સાંભળીને તરત જ તે મંત્રીઓ ધન્યકુમારના પગની ઉપર રહેલું પદ્મનું ચિહ્ન જોવાને માટે તે સ્ત્રીઓને સાથે લઈને ધન્યકુમારની પાસે ગયા અને નમીને તેમની પાસે ઉભા રહ્યા.
ધન્યકુમારે તેમને પૂછયું, “આપને અહીં આવવાનું શું પ્રયોજન છે ?' તેઓએ કહ્યું, “આ સ્ત્રીઓનો આંતર કલહ નિવારવા અમે આવ્યા છીએ.” તે વખતે ધન્યકુમારે પોતાની ભાભીઓને સાથે આવેલી જોઈને માયાથી તેમને પણ નમસ્કાર કર્યા અને તેઓને કહ્યું, “ભયભીત અંત:કરણવાળા તમે શા કારણે અહીં આવ્યા છો ?” આ શબ્દો સાંભળીને તે ધનશ્રી આદિ ત્રણે ભાભીઓ ધન્યકુમારને બરાબર ઓળખીને બોલી, “અરે શું કરવા અમને માયા કરીને ખેદ ઉપજાવો છો ? શા માટે દુઃખી કરો છો ? કારણ કે તમે જ અમારા ભાગ્યશાળી દિયર છો, શું કલ્પવૃક્ષ કોઈ દિવસ કોઈને દુઃખ આપે છે ?' આમ કહીને તેઓ બોલતી બંધ રહી. એટલે ધન્યકુમારે કહ્યું, “અરે આ તમારા સ્વસ્થ હૃદયમાં શો ભ્રમ થઈ ગયો ? અથવા તો હીન પુણ્યોદયથી તમારી દૃષ્ટિ શું કાંઈ ઝાંખી થઈ ગઈ છે ? જગતમાં જેને ધન્યકુમાર' એવા નામવાળો જુઓ, તેને તમે તમારા દિયર' કહીને બોલાવશો તો સર્વ સ્થાને હાસ્યપાત્ર થશો.”
આ સાંભળીને તેઓ બોલી, “રે દિયરજી ! તમને તો અમે ઘણા વખતથી ઓળખીએ છીએ, પણ માયા, કપટ કરીને તમે તમારી જાતને ગોપવો છો, પરંતુ તમારા પુણ્યોદયથી ઉત્પન્ન થયેલી તમારા પગ પરની નિશાની છુપાવવા તમે શક્તિમાન નથી. હે મંત્રીઓ ! આ ધન્યરાજાના અમે પગ ધોઈએ, જેથી તે પગો ઉપર રહેલા પદ્મનાં દર્શન થવાથી અમારા અંતઃકરણમાં પણ નિર્ણય થાય.” આમ કહીને તેઓ ધન્યકુમારના પગ ધોવા તૈયાર થઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org