________________
શતાનિકના રાજદ્વારે
૧૩૧ એટલે ધન્યકુમાર બોલ્યા, ‘હું પરસ્ત્રીઓ સાથે આલાપ પણ કરવા ઇચ્છતો નથી, તો પગ ધોવાથી તો તમારે દૂર જ રહેવું.”
આ પ્રમાણે ધન્યકુમારે તે સ્ત્રીઓને પગ પખાળતી રોકી, તેથી પાસે ઉભેલા પ્રધાનો કહેવા લાગ્યા, “દેવ ! શું કરવા નિરર્થક વાર્તાલાપ કરો છો ? અને નિરર્થક શ્રમ લો છો ? આ તમારી જ ભાભીઓ છે, તેવો નિર્ણય અમને થઈ ચૂક્યો છે. આપના જેવા સમર્થ પુરુષોને દંભપૂર્વક પોતાના સ્વજનો સાથે વ્યવહાર રાખવો તે ઉચિત નથી. આ સ્ત્રીઓએ પ્રથમ તેમણે અનુભવેલા તમારા ઘણા ગુણોનું વર્ણન બહુ પ્રકારે અમારી પાસે કર્યું છે. હમણાં તમારી પ્રવૃત્તિ તેથી કાંઈક જુદા પ્રકારની જોઈને અમારા મનમાં મહાન આશ્ચર્ય થાય છે. પરંતુ સજ્જન પુરુષો તો આંબો, શેરડી, ચંદન, અગર, વંશ વગેરે વૃક્ષો કે જેઓને પત્થરથી તાડના કરે, પીલે, ઘસે, બાળે તથા છેદે તો પણ પારકા ઉપર ઉપકાર જ કરે છે. તેની જેમ ઉપકાર કરનારા હોય છે. તમે તો સજ્જન પુરુષોમાં અગ્રેસર છો, તો તમને આ કેમ શોભે ? તમારામાં આવા દંભનો સંભવ જ કેમ હોય ? કદાચ જો કે પોતાના કુટુંબીઓ વિપરીત આચરણ કરે, તો પણ તેઓને શિક્ષા આપત્તિકાળમાં તો ન જ કરવી. વિપત્તિમાંથી તેમનો સત્વર ઉદ્ધાર જ કરવો. સાધુપુરુષો પડ્યા ઉપર કદી પણ પાટુ મારતા નથી, પણ તેને સહાય કરનાર જ થાય છે. પણ અમને લાગે છે કે જેવી રીતે કાંજીના સંસર્ગથી દૂધની પ્રકૃતિમાં વિકૃતિ થઈ જાય છે, તેવી જ રીતે તમારી પત્ની સુભદ્રાએ તમને કાંઈક ચઢાવ્યા લાગે છે. તમારા કાન ભંભેર્યા હશે, તેથી જ તમારી આવી સુંદર પ્રકૃતિમાં વિકાર થઈ ગયો છે.” કહ્યું છે કે, “સુંદર વંશના-વૃક્ષમાં ઉત્પન્ન થયેલ ધનુષનો દંડ પણ પણ છથી પ્રેરાય ત્યારે પારકાના ઘાત માટે થાય છે. કુશળ મંત્રીઓએ બુદ્ધિના પ્રપંચથી કોમળ વચનો વડે આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org