________________
૧ ૩૨
ધન્યકુમાર ચરિત્ર રીતે સમજાવ્યા, એટલે ધન્યકુમારે હાસ્યક્રિયા છોડી દઈને આદરપૂર્વક પોતાની ભાભીઓને પોતાના ઘરમાં મોકલી.
ત્યારપછી ધન્યકુમાર સૈન્યની તૈયારીઓ બંધ કરી દઈને સચિવોની સાથે રાજા પાસે આવી નમસ્કાર કર્યા. શતાનિક રાજાએ પણ અધું આસન આપીને ઉત્સાહપૂર્વક ભાગ્યશાળી એવા ધન્યકુમારને કહ્યું, “હે બુદ્ધિશાળીમાં શ્રેષ્ઠ ! આ શું આશ્ચર્યકારક બન્યું ? તમને નહીં ઓળખી શકેલી તમારી ભોજાઈઓને તમે હેરાન કરી તે તમને શોભતું નથી. કારણ કે, “ડાહ્યા માણસોએ પોતાના કુટુંબીજનોને કોઈ દિવસ છેતરવા ન જોઈએ.”
શતાનિક રાજાનું આ કથન સાંભળીને ધન્યકુમાર નિર્મળ અંત:કરણથી કહેવા લાગ્યા, “સ્વામી તે ભોજાઈઓ અમારા ભાઈઓ વચ્ચે કલહ કરાવનારી થઈ છે તે સાંભળો ! લોઢાની ઘંટી જેમ તેની અંદર નાખેલા ધાન્યને છૂટેછૂટું કરી નાંખે છે, તેવી જ રીતે ઘણી મજબૂતાઈથી વળગી રહેલા અમારા ભાઈઓના મનને આ સ્ત્રીઓએ ઘરમાં આવીને છૂટા પાડી નાખ્યા છે. એક ઉદરથી જન્મેલા ભાઈઓની મનરૂપી ભૂમિ ઉપર પ્રીતિ, વલ્લભતા તથા સ્નેહાદ્ધતારૂપી સ્નેહલતાની શ્રેણીઓ ત્યાં સુધી જ ઉગતી અને વૃદ્ધિ પામતી રહે છે કે જ્યાં સુધી તે લતાને છૂટી પાડનાર વચનરૂપી ઉન્નત દાવાનળ સ્ત્રીઓ તરફથી સળગાવવામાં આવતો નથી. આ દાવાનળ સળગતાં જ તે લતાઓનો તરત જ નાશ થઈ જાય છે અને તે વૃદ્ધિ પામતી અટકી જાય છે. હે રાજન્ ! નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે, “કોઈ દિવસ શત્રુનો વિશ્વાસ કરવો નહિ અને સ્ત્રીઓનો તો વિશેષ કરીને કોઈ દિવસ પણ વિશ્વાસ કરવો નહિ.” આનો હેતુ શું છે, તે સાંભળો. શત્રુઓ તો વિરૂદ્ધ થાય ત્યારે જ હણવાને ઉઘુક્ત થાય છે અને નારીઓ તો સ્નેહવાળી દેખાય છતાં ક્ષણમાં હણી નાંખે છે. જેવી રીતે સુંદર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org