________________
૧૩૪
ધન્યકુમાર ચરિત્ર
શતાનિક રાજા પણ અદ્ભુત ભાગ્યવાળા ધન્યકુમારની વાતો સાંભળીને મનમાં આનંદ તથા વિસ્મય પામતા પોતાના આવાસે ગયા. ધન્યકુમારે પણ સેનાપતિ, મંત્રીઓ વગેરેની પ્રશંસાને પ્રાપ્ત કરી અને આનંદિત થયેલા તેમણે પોતાના નગરમાં આવીને માતા, પિતા તથા જ્યેષ્ઠ બાંધવોને નમસ્કાર કર્યા. તેઓ પણ આનંદિત થઈને ધન્યકુમારને આશીર્વાદ આપવા લાગ્યા. ધન્યકુમારે અવસર મેળવીને તે બધાયને તેમનો પૂર્વ વૃત્તાંત પૂછયો અને તેઓએ એ બધો વૃત્તાંત યથાસ્થિત કહી સંભળાવ્યો. તે આ રીતે પૂર્વે પુણ્યાઈનાં અનુપમ ફળને ભોગવતા ભાગ્યશાળી ધન્યકુમાર સ્વજનોને સાચવતા રાજાઓમાં ચક્રવર્તીની જેમ શોભવા લાગ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org