________________
૧ ૨૮
ધન્યકુમાર ચરિત્ર નાથ ! ઠીકરીના કામ માટે કામઘટનો નાશ કરવાની જેમ તેમની સાથે યુદ્ધ કરવું તે તમને ઉચિત નથી. વળી જો આ જમીન કંપાયમાન થઈ ઉંધી વળી જાય, ન માપી શકાય તેટલા જળથી ભરેલો સમુદ્ર પણ શોષાઈ જાય, સૂર્યનો પૂર્વને બદલે પશ્ચિમ દિશામાં ઉદય થાય, તો પણ આ ધન્યકુમાર અનીતિના માર્ગે ચાલે નહિ, એવી બાળથી વૃદ્ધ પર્યત સર્વને સંપૂર્ણ ખાતરી છે, તેથી તે બાઈઓએ કહેલ આવું તેમનું વિરૂદ્ધાચરણ કોઈ રીતે સંભવતું નથી. આ પરદેશથી આવેલા આખા કુટુંબને પહેલાં ધન્યકુમારે રાખ્યું અને હમણાં સારા હૃદયવાળા ધન્યકુમારે ક્રોધિત થઈને વૃદ્ધાદિક સર્વને પૂર્યા. આમાં પણ કાંઈક રહસ્ય હોવું જોઈએ, આ પ્રમાણે કરવામાં તેમનો શો આશય છે તે સમજાતું નથી. તેઓએ આ કુટુંબમાંથી પુત્રવધૂને રોકી, પછી ડોસીને રોકી રાખી, પછી તેના ત્રણ પુત્રોને રોક્યા છતાં આ ત્રણે વહુઓને કેમ તેઓએ પૂરી દીધી નહિ ! આમાં પણ કાંઈ ચોક્કસ હેતુ હોવો જોઈએ. આ કારણથી જો મહારાજ આજ્ઞા આપશે, તો આ ગૂઢાર્થ પણ બુદ્ધિકૌશલ્યથી પ્રગટ થઈ શકશે, કારણ કે તમારી સેવા કરવાથી જે મંત્રીઓ કુશળ અને શાસ્ત્રપારંગત દૃષ્ટિવાળા થયા છે, તેનાથી અજાણ્ય શું રહેવાનું છે? બીજી રીતે ન જાણી શકાય તેવું હોય તે પણ બુદ્ધિ વડે જાણી શકાય છે.”
મંત્રીઓએ કહેલી ઉપરોક્ત સર્વ હકીકતને સાંભળીને રાજા બોલ્યો, “હે મંત્રીઓ ! જો તમારી આવી બુદ્ધિની કુશળતા હોય તો બધી વાતની તપાસ કરીને આમાં શું સાચું છે ? તે મને જણાવો !” રાજાની આજ્ઞા મળવાથી તરત જ ત્રણે સ્ત્રીઓને બોલાવીને મંત્રીઓએ પૂછયું, ‘તમે કયે સ્થળેથી અત્રે આવ્યા છો? તમારું કુળ કયું ? તમારી પાસે દ્રવ્ય કેટલું હતું ? તમારું ગામ કયું? એવી શી આપત્તિ પડી અને શા કારણથી પડી ? કે જેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org