________________
૧ ૨૭
શતાનિકના રાજકારે
એટલે શતાનિક રાજાના બધા સૈનિકો કાગડાની જેમ નાસી ગયા.
પોતાના સૈન્યને દીનભાવ પામેલું અને નાસતુ જોઈને શતાનિક રાજા પોતાના વધારે બળવાન સૈન્યને લઈને વિષાદપૂર્વક ધન્યકુમારને જીતવા માટે ચાલ્યો. ધન્યકુમાર પણ તે વૃત્તાંત સાંભળીને પોતાના લશ્કરને લઈ શતાનિક રાજાની સામે લડાઈ કરવા ચાલ્યા. અનુક્રમે તેઓ મળ્યા અને લડાઈ શરૂ થઈ. તેઓ બંને જ્યારે યુદ્ધ કરવા લાગ્યા ત્યારે કિંકર્તવ્યમૂઢ થયેલા રાજ્યના બુદ્ધિશાળી મંત્રીઓ એકઠા થઈને વિચારવા લાગ્યા, “આ શ્વસુર અને જમાઈના યુદ્ધમાં જો કોઈ મહાન અનર્થ થશે તો જગતમાં આપણા માટે મોટું કલંક ચઢશે,' લોકો કહેશે કે, “આ બંને સૈન્યમાં કોઈ એવો બુદ્ધિકુશળ ડાહ્યો માણસ જ નહોતો કે જે બંને વચ્ચે સંધિ કરાવે અને આવા અનર્થથી બંનેને વારે ? તેથી રાજા પાસે જઈને કાંઈપણ હિતોપદેશ આપણે કહીએ.” આ વિચાર કરીને તે સર્વે મંત્રીઓ એકઠા થઈ રાજાની પાસે જઈને વિનંતી કરવા લાગ્યા, “સ્વામિન્ ! ચિત્ત સ્થિર કરીને અમારી વિનંતી સાંભળો અને પછી જે આપને ઉચિત લાગે તે કરો.” રાજાએ કહ્યું, તમારે જે કહેવું હોય તે કહો, હું તેનો વિચાર કરીશ.'
રાજાની અનુજ્ઞા મળતાં તેઓ બોલ્યા, “હે દેવ ! સામાન્ય હેતુ માટે ધન્યકુમાર જેવા પ્રતિષ્ઠિત પુરુષની સાથે યુદ્ધ કરીને આપની પ્રતિષ્ઠા ગુમાવો તે યોગ્ય નથી. વળી આ ધન્યરાજ તમારા જમાઈ છે, તેને હણવા તે આપને કોઈ રીતે યોગ્ય નથી, શું ગાયે ગળેલા રત્ન તેનું પેટ ચીરીને કોઈથી કાઢી શકાય છે ? વળી તેમને આ બધા પરદેશીઓનો નાશ કરવામાં નથી કાંઈ અર્થની સિદ્ધિ કે નથી કાંઈ યશની વૃદ્ધિ. વળી સ્વામિન્ ! આ ધન્યકુમારને તમે જ વૃદ્ધિ પામાડેલ છે, તેથી તેનો છેદ કરવો તે આપને યોગ્ય નથી. ડાહ્યા માણસો પોતે રોપેલા વિષવૃક્ષને પણ પોતે છેદતા નથી. તેથી હે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org