________________
૧૧૬
ધન્યકુમાર ચરિત્ર સુભદ્રાએ અમારા નિષ્કલંકિત વંશને કલંકિત કર્યો ! એક તો પરદેશમાં પરિભ્રમણ અને બીજી નિર્ધનતા, તેથી અહીં આપણી વાત કોઈપણ સાંભળશે નહિ. ત્રીજું દાઝયા ઉપર ડામ અને ક્ષત ઉપર ક્ષારની જેમ લોકોની નિંદા, આ ત્રણે અગ્નિ કેવી રીતે સહન થશે ? દારિદ્રયાદિકનું દુઃખ મને પીડા કરતું નથી, કે જેવી પીડા આ દુષ્ટ ચારિત્રવાળી પુત્રવધૂનું માઠું કૃત્ય કરે છે, તે આવી દુશ્ચારિત્રી હશે તેવું મેં કદી સ્વપ્નમાં પણ જાણ્યું નથી. અરે તેણે કેવું માઠું કામ કર્યું ? અરે ! મારી આ વૃદ્ધાવસ્થામાં મારા ધોળામાં ધૂળ નાંખી !”
વૃદ્ધ ધનસાર આ રીતે વિલાપ કરતો હતો. ત્યારે તેમને ઉદેશીને મોટા પુત્ર ધનદેવની સ્ત્રી ધનશ્રીએ કહ્યું, “આ તો તમારી બહુ ડાહી, ભાગ્યશાળી, વિનયવાળી પુત્રવધૂ છે કે જેના તમે હંમેશા વખાણ કરતા હતા અને બીજી સર્વની નિંદા કરીને તમારી જીભ સૂકાઈ જતી હતી, પણ હવે તેનું ડહાપણ, ભાગ્યશાળીપણું વગેરે બધું તેણે સ્પષ્ટ બતાવી દીધું ! પોતાના આત્માને તેણે તો સુખેથી વિલાસો ભોગવતો કર્યો, હવે એમાં શોક શો કરવો ? અમે તો મૂખ, ભાગ્યહીન, નિર્ગુણી છીએ, અમને એવું કરતાં આવડ્યું જ નહિ, તેથી દુઃખે પેટ ભરતાં અહીં ઘરમાં ને ઘરમાં જ પડ્યા રહીએ છીએ, તે બહુ ગુણવાળી અને ચતુર ખરી કે રાજપત્ની થઈને રાજભવનમાં બેઠી ! આ વાત ક્ષત ઉપર ક્ષારની જેવાં વહુઓનાં વચનો સાંભળીને બળતા અંત:કરણવાળા ધનસારને શું કરવું ? તેની સૂઝ પડી નહીં અને તે વિચારવા લાગ્યો, “હવે હું ક્યાં જાઉં ? કોને પૂછું? શું કરું કોને કહું ? નિર્ધન એવો મારો પક્ષ પણ કોણ કરશે ?' આમ દિમૂઢ બની શૂન્ય ચિત્તવાળો તે બેઠો હતો, તેવામાં તેના હૃદયમાં એક વિચાર ઉત્પન્ન થયો કે, “અહીં મારો પક્ષ કરે તેવો મારો સંબંધી તો કોઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org