________________
શતાનિકના રાજકારે
૧૧૭ પણ નથી, પણ મારી જ્ઞાતિવાળા વ્યવહારીયાઓ અહીં ઘણા વસે છે, તેમની પાસે જઈ તેમને બધી વાત કરું. તેઓ સ્વજાતિના અભિમાનથી મારો પક્ષ જરૂર કરશે. કારણ કે તિર્યંચો પણ પોતાની જાતિનો પક્ષપાત કરે છે.'
આ વિચાર કરીને દેવથી બળેલ તે ધનસાર કૌશાંબી નગરીમાં જે સ્થળે મોટા વ્યાપારીઓની દુકાનો હતી, તેવા ચૌટામાં ગયો અને ત્યાં રહેલા વ્યાપારીઓ પાસે અતિશય દીનતા દેખાડતાં તેણે પોતાનો વૃત્તાંત બન્યો હતો, તે અને પોતાના દુઃખની સર્વ હકીકત તેઓને કહી સંભળાવી. ધનસારે કહેલી હકીકત સાંભળીને મોટા વ્યાપારીઓએ કહ્યું કે, “આ વાત તો તદન અસંભવિત છે, ન બને તેવી જ છે. કારણ કે આ ધન્યરાજાએ કોઈ પણ વખત અન્યાય કર્યો હોય તેવું સાંભળ્યું નથી. વળી આબાલ, ગોપાલ સર્વેમાં ધન્યરાજાનું પરનારી સહોદર આવું બિરૂદ સુપ્રસિદ્ધ છે, તેથી તે આવું કરે તે કેવી રીતે સંભાવ્ય ગણાય ?” - ત્યાર પછી તે સમજુ વ્યાપારીઓ પરસ્પર વિચાર કરવા લાગ્યા કે, “આ વૃદ્ધ માણસ ખોટું બોલતો હોય તેમ દેખાતું નથી, કારણ કે આ વૃદ્ધ અંતરંગના દુઃખની જ્વાલાથી તપેલો બોલે છે, તેથી તે જે બોલે છે તે સત્ય હોય તેમ જણાય છે. આ વૃદ્ધ અતિ દુઃખથી દુઃખિત થયેલો જણાય છે, નહિ તો આવું રાજ્ય વિરૂદ્ધ અસત્ય જાહેર રસ્તા ઉપર બોલવાની હિંમત કેમ કરે ? અંતરના દાહ વગર આ પ્રમાણે બોલી શકાય જ નહિ, તેથી આ સાચો છે તેમ તો લાગે છે.” આમ પરસ્પર વિચાર થવાથી તે સર્વે વણિકોને શું કરવું ? તેની કાંઈ સમજણ પડી નહિ.
તેથી તેઓ ધનસારને કહેવા લાગ્યા, “ભાઈ ! અમે આમાં શું કરી શકીએ ? જો બીજા કોઈની વાત હોત તો તો રાજ્યના અધિકારીઓ પાસે જઈને કહેત, પણ આ વાત તો રાજ્યના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org