________________
શતાનિકના રાજદ્વારે
૧૧૯ આગ્રહથી અમે આ બાબતની તપાસ કરવાની આપને વિજ્ઞપ્તિ કરીએ છીએ. તેને શા અપરાધથી રોકવામાં આવી છે તે કોઈ જાણતું નથી. આ વૃદ્ધ ગરીબની પુત્રવધૂનો જો કાંઈ અપરાધ થયો હોય તો પણ તેને ક્ષમા આપીને આ મહાજનની શોભા આપ વધારો અને તેની પુત્રવધૂને આપ છોડી મૂકો. આ બાબતમાં આપને બહુ વિજ્ઞાપના શું કરીએ ? આપ જ યુક્ત અને અયુક્તના વિચારોમાં કુશળ છો. આપની પાસે અમારી બુદ્ધિ કઈ ગણતરીમાં છે ? તેથી સો વાતની એક જ વાત કહીએ છીએ કે કૃપા કરીને આ વૃદ્ધ પરદેશી નિર્ધન પુરુષની પુત્રવધૂને આપ પાછી આપો.'
મહાજનના સમૂહની આ વાત સાંભળીને જરા સ્મિત કરીને તે સાંભળ્યું ન સાંભળ્યું, તેમ કરીને બીજા તરફ નજર ફેરવી બીજાની સાથે વાતો કરતાં અન્યોક્તિ દ્વારા તિરસ્કાર સૂચવનાર અને ગર્ભિત ક્રોધયુક્ત વાક્યો દ્વારા ધન્યકુમાર કહેવા લાગ્યા, “અરે ભાઈ ! હમણાં આ નગરમાં ઘણા માણસો બહુ વાચાળદોઢ ડાહ્યા થઈ ગયા છે. સત્યાસત્યની વાત સમજ્યા વિના વાણી વડે પારકાનાં ઘરની વાતો કરીને તૃપ્તિ પામનારા જેમ તેમ વચનો બોલે છે, પણ દુર્જનોનો એવો સ્વભાવ જ છે.” કહ્યું છે કે, દુર્જનો પોતાના મોટા ગુફા જેવાં છિદ્રો પણ જોઈ શકતા નથી અને એક નાના રેખા જેવડા પણ પરનાં છિદ્રોને જુએ છે.” પણ તે સર્વને હું જાણું છું, ઓળખું છું. હમણાં તેવા સર્વને શિક્ષા કરવાને ઉઘુક્ત થયો છું. વધારે શું કહું ? આમ કરવાથી સારું જ થશે, પણ આમાં તેમનો દોષ નથી, મારો જ દોષ છે. કારણ કે મેં નગરજનોને આવી વાતો કરતાં સાંભળ્યા છતાં પણ આંખ આડા કાન કરીને મુક્ત રાખ્યા છે, તેથી જ તેઓ અતિશય ઉન્મત્ત થઈ ગયા છે. હવે થોડા જ દિવસમાં આ સર્વ ઉન્મત્ત થઈ ગયેલાઓને હું સરળ-સીધા કરી દઈશ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org