________________
શતાનિકના રાજદ્વારે
૧૧૫
સુભદ્રાની અપૂર્વ સ્થિતિ જોઈને તરત જ પાછી વળી અને પોતાના સ્થાને આવીને સર્વની આગળ જેવું જોયું હતું તેવું તેણે કહ્યું.
તે સાંભળી બધા ધનસારને ઠપકો આપવા લાગ્યા, ‘અરે ! આમાં તમારી ભૂલ છે. કારણ કે, દૂધ, દહીંના લોભથી તમે જ તેને હંમેશાં મોકલતા હતા. બીજી વહુઓ સ્વચ્છ પાણી જેવી છાશ લાવતી તેને તમે નિર્ભાગી અને મૂર્ખ ગણતા હતા અને આ સુભદ્રાને પુણ્યવંતી, ડાહી અને ભાગ્યશાળી ગણતા હતા.' કારણ કે તે બહુ ઉત્તમ છાશ અને ખાદ્ય પદાર્થો લાવતી હતી, પણ તમે એટલું ન વિચાર્યું કે એક મજૂરની સ્ત્રીને અતિ આદરપૂર્વક દહીં, દૂધ અને ઉત્તમ ખાદ્ય પદાર્થો શા કારણથી તે આપે છે ? તેની સાથે પૂર્વનો કાંઈ પરિચય નહોતો કે કોઈ જાતનો સંબંધ નહોતો, જો વૃદ્ધની અનુકંપાથી જ સર્વ વસ્તુઓ આપતા હોય તો પછી બધી વહુઓને તે શા માટે ન આપે ? તેમ તો બન્યું નથી, સુભદ્રાને જ તે સારૂં આપતા હતા, તેથી બુદ્ધિશાળી સૂક્ષ્મ દૃષ્ટિવાળાને તો તરત જ માલૂમ પડે કે આમાંથી કાંઈ પણ ખાસ કારણ હોવું જ જોઈએ. માટે પહેલેથી જ મનમાં વિચાર કરીને યથાયોગ્ય કર્યું હોત તો આવું વિપરીત પરિણામ કદી આવત નહિ, રૂપાળી અને યૌવનયુક્ત સ્ત્રીઓને રાજકુળમાં બહુ જવું આવવું અયુક્ત જ છે. તે વાત તો સર્વ માણસો સારી રીતે જાણે છે, ‘અતિ પરિચયથી અવજ્ઞા જ થાય છે.' તે લોકોક્તિ પણ તમે ગણકારી નહિ, તેથી આ બાબતમાં તમારી મોટી મૂર્ખાઈ છે.
પોતાના પુત્ર ધનદેવ આદિ સર્વનો આ પ્રમાણે ઠપકો સાંભળીને ધનસારને માથા પર મોટા વજ્રનો જાણે ઘા પડ્યો હોય તેવું દુઃખ થયું અને તે નિશ્ચેષ્ટ થઈને ભૂમિ ઉપર પડ્યો. કેટલોક કાળ ગયા પછી ચેતના આવી ત્યારે નિશ્વાસ મૂકતો અને માથું ધૂણાવતો ધનસાર શ્રેષ્ઠી બોલ્યો, ‘હા દૈવ શીલના નાશ વડે આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org