________________
૧૧૩
શતાનિકના રાજદ્વારે
આ સાંભળી સુભદ્રાએ બહુ બુદ્ધિશાળી હોવાથી મૂળથી જ બધો વૃત્તાંત જાણીને તરત જ પોતાના પતિને ધન્યકુમારને ઓળખ્યા અને લજ્જાથી મૌન ધારણ કરીને નીચું મુખ કરીને તે ઉભી રહી. પતિવ્રતા સ્ત્રીઓની લાંબા વિરહ પતિ મળતાં તેવી જ સ્થિતિ થાય છે. સૌભાગ્યમંજરી પણ પોતાના પતિનો જન્મથી વૃત્તાંત સાંભળીને અને સુભદ્રા સાથેનો પોતાનો સપત્ની સંબંધ જાણીને ચિત્તમાં અતિશય ચમત્કાર પામી અને વિચારવા લાગી, આજે મારો સંદેહ ભાંગ્યો, પરનારી સહોદર મારા પતિ આ સ્ત્રીને શા કારણથી દૂધ, દહીં વગેરે ખાદ્ય પદાર્થો અપાવે છે ? વળી તેની સાથે સખીપણું કરવાનો મને આદેશ શા માટે કરે છે? એવો મને સંદેહ થતો હતો, એ સર્વનું કારણ આજે મેં બરોબર જાણ્યું. મોટા પુરુષોને પોતાની સ્ત્રી ઉપર આવો જ પ્રેમ હોય છે અને તે અયોગ્ય કે અયુક્ત નથી !'
તે સમયે ધન્યકુમાર તથા સૌભાગ્યમંજરીએ દાસીઓ દ્વારા સુભદ્રાનાં જીર્ણ વસ્ત્રો અને ખોટાં આભૂષણો દૂર મૂકાવી દીધાં, સ્નાન મજ્જનાદિક કરાવ્યું, વિવિધ દેશ અને નગરથી આવેલા ઉંચી જાતનાં ઉજ્વળ રેશમી વસ્ત્રો પહેરાવ્યાં અને ઉંચા ભદ્રાસન ઉપર તેને બેસાડી. તેની તે રીતની શોભાથી સંપૂર્ણ ચંદ્ર વડે રાત્રી શોભે તેમ તે ગૃહસ્વામિની શોભવા લાગી.
આ બાજુ ઘણો સમય થયો તો પણ સુભદ્રા પાછી આવી નહિ, તેથી ધનસાર પોતાની પત્ની ધનવતી સાથે વિચારવા લાગ્યા, “કોઈ દિવસ સુભદ્રા એક ક્ષણમાત્ર પણ ઘર બહાર રહેતી નથી કે કોઈ સ્થળે રોકાતી નથી, આજે શું કારણ બન્યું હશે કે તે હજુ પણ પાછી આવી નથી ? ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયેલ સ્ત્રીઓ પતિનું ઘર છોડીને બીજાનાં ઘેર એક ક્ષણમાત્ર રહેતી નથી. વળી પૃથ્વી ઉપર જંગમ કલ્પવૃક્ષ તુલ્ય શ્રી ધન્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org