________________
૧ ૧ ૨
ધન્યકુમાર ચરિત્ર માટે જ કર્યો હતો, તેથી જે કાંઈ લોક વિરૂદ્ધ અને દુઃખ લાગે તેવું મારાથી બોલાયું હોય, તેની તારે ક્ષમા કરવી. તું ખરેખર ધન્ય છે. કારણ કે આવી અધમ સ્થિતિમાં પણ તું તારું વ્રત અખંડ રીતે રક્ષણ કરીને રહેલી છો, પરંતુ હું તને એક પ્રશ્ન પૂછું છું કે, “તું તારા સ્વામીને કેવી રીતે ઓળખી શકીશ ? દૃષ્ટિ વડે જોવા માત્રથી, અગર તેના શરીર ઉપરના કે, અવયવ ઉપરના મસ, તિલક, આવર્ત વગેરે લાંછનોથી ? કે કેવી રીતે તું તારા સ્વામીને ઓળખીશ ?”
ધન્યકુમારનો આ પ્રશ્ન સાંભળી સુભદ્રા બોલી, જે કોઈ મારા ઘરમાં બનેલા અને બીજાએ નહિ જાણેલા તેવા પૂર્વે અનુભવેલા ફુટ સંકેતોને કહી શકે તે જ મારો પ્રાણનાથ સ્વામી છે, તેમાં જરા પણ શંકા નથી.
તે સાંભળી ધન્યકુમાર બોલ્યા, ‘ત્યારે તું એક વાત સાંભળ! દક્ષિણ દિશામાં આવેલા પ્રતિષ્ઠાન નગરથી ધનસાર વ્યવહારીના પુત્ર ધન્યકુમારે પોતાના ત્રણે ભાઈઓએ કરેલા ફ્લેશથી ઉદ્વિગ્ન મનવાળા થઈને દેશાંતર માટે પ્રયાણ કર્યું, લમી ઉપાર્જન કરી ખર્ચા અને તેમ કરતાં કરતાં રાજગૃહી નગરીમાં આવ્યા, ત્યાં પ્રબળ પુણ્યના ઉદયથી ત્રણ કન્યાઓ સાથે પાણિગ્રહણ કર્યું અને વાણિજ્યકળાની કુશળતાથી અનેક કોટી દ્રવ્ય ઉપાર્જન કર્યું. આ પ્રમાણે કેટલોક કાળ વ્યતીત થયા પછી શલ્ય સહિત, લક્ષ્મી રહિત અને શોભા રહિત પોતાના બાંધવોને આવેલા જોઈને સૂર્યની જેમ નિર્વિકારી ચિત્તવાળા તેણે તે સર્વને લક્ષ્મીવાન કર્યા. ફરીથી પણ ત્યાં કુટુંબકલહ જોઈને ભગ્નચિત્તવાળા થઈ વરસાદ જોઈને કલહંસ જેમ માનસ સરોવરમાં કમળના સમૂહમાં ચાલ્યો જાય, તેમ તે કુમાર રાજગૃહીને ત્યજીને લક્ષ્મીથી ભરેલા આ નગરમાં આવ્યા. આ મારૂં કહેલું સત્ય છે કે નહિ ?'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org