________________
૧૦૮
ધન્યકુમાર ચરિત્ર વધારે ને વધારે બળતરા કરવા લાગ્યા અને ઇર્ષ્યાથી સવિશેષ ખેદવાળા થઈ ગયા. અનુક્રમે મારા સ્વામીને કલ્પનાથી અને ઇંગિત આકારથી આ પોતાના વડિલબંધુઓના દુર્ભાવની ખબર પડી, તેથી સજ્જન સ્વભાવથી તેઓ મને અને સર્વ લક્ષ્મીને ત્યજીને કોઈ દેશાંતરમાં ચાલ્યા ગયા. મારા પતિના જવાં પછી તરત જ તેમની સાથે જ તેમના પુણ્યથી બંધાઈ રહેલી લક્ષ્મી પણ અમારા ઘેરથી ચાલી ગઈ. જ્યારે તળાવમાં પાણી ખૂટે ત્યારે તેમાં ઉગેલી કમલિની કેવી રીતે રહી શકે ? ન જ રહી શકે. પછી થોડા જ દિવસમાં ઘર બધું એવું ધન વગરનું લક્ષ્મી રહિત થઈ ગયું કે ઘરનાં મનુષ્યોને ઉદરપૂરણાર્થે અનાજ લાવવા જેટલી પણ શક્તિ રહી નહિ. આવી સ્થિતિ થવાથી અમારા ઘરનાં માણસોનો નિર્વાહ કરવા માટે મારા સસરા રાજગૃહીથી નીકળ્યા.”
તે વખતે બે મારી શોક્ય બહેનો પણ હતી, એક રાજપુત્રી અને બીજી શ્રેષ્ઠીની પુત્રી. બહારગામ જતાં મારા શ્વસુરે તે બંનેને આજ્ઞા કરી કે, ‘તમે તમારા પિતાના ઘેર જાઓ, અમે હમણાં પરદેશ જઈએ છીએ.” આ સાંભળીને તેઓ તો તેમના પિતાના ઘેર ગઈ. સ્વામી વગર દુઃખી સ્થિતિવાળા ઘરમાં કોણ રહે ?' ત્યાર પછી મારા સસરાએ મને પણ આજ્ઞા કરી કે, “તું પણ તારા પિતાના ઘેર જા.” મેં કહ્યું કે, “હું મારા પિતાના ઘેર જઈશ નહિ, કેમ કે પિયરમાં ક્ષણે ક્ષણે થતી શ્વસુર કુટુંબની નિંદા સાંભળવાને હું સમર્થ નથી. તેથી સુખમાં અથવા તો દુઃખમાં જેવી તમારી ગતિ તેવી જ મારી પણ ગતિ થશે.” આ પ્રમાણેનાં મારાં વચનો સાંભળીને આદરપૂર્વક મને સાથે રાખીને આખા કુટુંબ સહિત મારા સસરા રાજગૃહીથી નીકળ્યા. ઘણા ગામ, પુર, નગરમાં રખડતાં છેવટે અમે અહીં આવ્યાં. અહીં તમારા સ્વામી તળાવ ખોદાવાનું કામ કરાવે છે, તેવી વાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org