________________
શતાનિકના રાજદ્વારે
૧૦૭ સૌભાગ્યમંજરીનો અતિશય આગ્રહ થવાથી સુભદ્રાએ પોતાની પૂર્વ કથા કહેવા માંડી. તેણે કહ્યું, “બહેન ! રાજગૃહી નગરીમાં ગોભદ્ર શ્રેષ્ઠીનો પુત્ર, કે જે સમસ્ત ભોગો ભોગવનારાઓમાં નૃપતુલ્ય છે, જેના સમાન આ ત્રણ જગતમાં કોઈ પણ બીજો ભોગી નથી, જેનાં ઘેર હંમેશા સુવર્ણ રત્નાદિકનાં આભરણો પણ ફૂલની માળાની જેમ નિર્માલ્ય કૂપમાં ફેંકી દેવામાં આવે છે, જેની વાત લોકોક્તિ દ્વારા તમારા સાંભળવામાં પણ આવી હશે તેવા ભાગ્યશાળી શાલિભદ્રની હું બહેન છું. મારી માતાનું નામ ભદ્રા અને પિતાનું નામ ગોભદ્ર શ્રેષ્ઠી છે. ગોભદ્ર શ્રેષ્ઠી જેવો ત્રણ ભુવનમાં પુત્ર ઉપર વાત્સલ્યભાવ દર્શાવનાર કોઈ પિતા નથી. જ્યારે હું યૌવનવંતી થઈ, ત્યારે મને પરણવા લાયક જાણીને તમારા જ સ્વામીના જેવી આકૃતિ, રૂપ અને લક્ષણોવાળા અને લક્ષ્મીવંત તથા તમારા જ ભર્તારના નામવાળા, સદ્ભાગ્યની સંપદાના ધામતુલ્ય, એક વ્યવહારીના પુત્ર સાથે મારો વિવાહ કર્યો. તે પણ લક્ષ્મી સાથે વિષ્ણુની જેમ મારી સાથે પરણ્યા, પવિત્ર અને પ્રેમી પતિના સંબંધથી હું પણ શ્વસુરગૃહમાં ઉત્તમ ભોગો ભોગવતી રહેવા લાગી. હું બહુ પુણ્યના ઉદયથી જતો કાળ પણ જાણતી નહોતી.”
“બહેન ! તમારી પાસે તે સુખનું હું શું વર્ણન કરું ? જેણે જોયું અને અનુભવ્યું હોય તે જ તે સુખ જાણી શકે તેમ છે. પોતે અનુભવેલું પોતાના મુખે વર્ણવવું તે અનુચિત છે. આમ કેટલોક કાળ ગયો. મારા પતિનું રાજ્યમાન, તેમની કીર્તિ હંમેશા વધવા લાગ્યા. તે જોઈને તેમના ત્રણ મોટા બંધુઓ ઈર્ષ્યા વડે બળવા લાગ્યા. જેની તેની પાસે તેઓ મારા પતિના અસ દોષો વર્ણવવા લાગ્યા. તે લોકો તો ઉલટા તેમની પાસે મારા સ્વામીના ગુણોનું વર્ણન કરીને તેમનું મોઢું બંધ કરવા લાગ્યા. આમ થવાથી તેઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org