________________
શતાનિકના રાજદ્વારે
૧૦૯
સાંભળીને અમારો ઉદરનિર્વાહ કરવા માટે અમે બધાં તે કામ કરવા રહ્યાં. હવે અમે તળાવ ખોદીએ છીએ ને આજીવિકા ચલાવીએ છીએ.
હે સખી ! નિર્ધન મનુષ્યોને પેટ ભરવા માટે શું શું કાર્યો કરવાં પડતાં નથી ?' કહ્યું છે કે, ‘ગાંડા થઈ ગયેલા પુરુષો શું શું બોલતા નથી’ અને નિર્ધન મનુષ્યો શું શું કરતાં નથી ? સાતે ભયમાં આજીવિકા ભય સર્વથી મોટો અને દુસ્તર છે. સત્ય કહ્યું છે કે જીવતા પ્રાણીઓમાં તો રાહુ જ એક શ્રેષ્ઠ છે કે જેને મુશ્કેલીથી પૂરી શકાય તેવું ધિક્કારવા લાયક પેટ નથી. મુશ્કેલીથી પૂરી શકાય તેવા આ ઉદરને માટે માણસો કોને કોને પ્રાર્થના કરતા નથી ? કોની કોની પાસે માથું નમાવતા નથી ? શું શું કરતા નથી અને શું કરાવતા નથી ! આમાં કોઈનો પણ દોષ નથી, દોષ માત્ર પૂર્વભવમાં પ્રમાદવશ જીવે કરેલા કર્મના ઉદયનો જ છે અને તે ઉદયને નિવારવાને તો ત્રણ જગતમાં કોઈ પણ પ્રાણી શક્તિમાન નથી. મનુષ્યોમાં જેઓ અતિ બુદ્ધિમાન અને ડાહ્યા હોય તેઓએ નવાં કર્મ ન બાંધવાં અને પૂર્વે બાંધેલાં કર્મ ઉદયમાં આવે તો સમતાપૂર્વક ભોગવીને શુભ ભાવે નિર્જરા કરવી, બાકી તો કર્મરાજા જેમ નચાવે તેમ સંસારી જીવને નાચવું પડે છે !
આમ પરસ્પર બંને સખીઓ વાર્તાલાપ કરે છે. તેવામાં પોતાની આકૃતિને ગોપવીને ધન્યકુમાર ત્યાં આવ્યા, એટલે તરત જ બંને સખીઓ લજ્જા અને મર્યાદા સાચવીને ઉભી થઈ ગઈ અને યોગ્ય સ્થળે જરા દૂર ઉભી રહી. તે સમયે ધન્યકુમાર ગોભદ્ર શ્રેષ્ઠીની પુત્રી સુભદ્રા તરફ જરા ઠપકો આપતા હોય તેવી રીતે જોઈને બોલ્યા, અરે પતિ વિના તું પ્રાણ કેમ ધારણ કરી શકે છે ? કારણ કે પાણી સૂકાઈ જાય ત્યારે કાળી જમીન પણ હજારો ટુકડાવાળી થઈ જાય છે. તેણે કહ્યું, ‘રાજન્ ! જેવી રીતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org