________________
૯૮
ધન્યકુમાર ચરિત્ર ‘પિતાનું વચન પ્રમાણ કરવું જોઈએ' તેવો વિચાર કરીને અતિશય વિનયવાળા ધન્યકુમારે સર્વ મજૂરોને ઘી આપવાનો આદેશ કર્યો. આ આદેશને સાંભળીને સર્વ મજૂરો બહુ જ સંતોષ પામ્યા અને તે બધા ધનસારની પ્રશંસા કરવા લાગ્યા. આ પ્રમાણે હકીકત બન્યા પછી ધન્યકુમાર અતિશય વરસાદ થવાથી વૃક્ષો જેમ ઉલ્લાસાયમાન થાય તેવી જ રીતે ભોજનમાં ઘી આપવાના રસ વડે પોતાના મજૂરોને ઉલ્લાસાયમાન કરીને જે રીતે આવ્યા હતા, તે રસ્તે પાછા સ્વસ્થાને ગયા.
બીજે દિવસે વનમાં વૃક્ષોને નવપલ્લવિત કરવાને જેવી રીતે વસંતઋતુ આવે તેવી રીતે પોતાના પિતા વગેરેને સત્કારવા માટે ધન્યકુમાર ફરીથી પણ તે તળાવ ખોદાતું હતું, ત્યાં આવ્યા. આગલા દિવસની જેમ જ ધનસાર શ્રેષ્ઠી અને અન્ય સર્વ મજૂરોએ પ્રણામાદિક ઉચિત વિનયાદિ કર્યું.
ધન્યકુમારે પણ એક સ્થળેથી વૃક્ષની નીચે બેસીને તે વૃદ્ધને બોલાવ્યા અને તેને પૂછ્યું, “આ ત્રણ તમારા પુત્રો અને તેમની સ્ત્રીઓ હંમેશાં મજૂરી કરે છે અને સરોવર ખોદવાનો ઉદ્યમ કરીને ક્લેશ પામે છે. પણ તમે તો હવે વૃદ્ધ થઈ ગયા છો, છતાં પણ હજુ સુધી આવી મજુરી કરીને કેમ શ્રમિત થાઓ છો ? આ તમારા દીકરા કેવા છે કે જે તમને આવું દુઃખ ઉત્પન્ન કરનારી મજૂરીનાં કાર્યમાંથી નિવારતા નથી ?'
આ સાંભળી ધનસાર બોલ્યો, “સ્વામિન્ ! અમે તદન નિધન અને નિરાધાર છીએ, કાંઈક પુણ્યના યોગે આ રળવાનો ઉદ્યમ મળ્યો છે, તેથી લોભથી પરાભૂત થઈને એક રોજી વધારે મળે તો સારું, તેવા લોભથી વૃદ્ધાવસ્થામાં પણ હું મજૂરી કરૂં . દારિદ્રયરૂપી તાપના નિવારણમાં મેઘસંદેશ આપના જેવા વારંવાર ક્યાં મળે છે ? આ અવસરે જે કાંઈ ધન મળશે અને મૂડી થશે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org