________________
૧૦ શતાનિકના રાજકારે
એક દિવસે ધન્યકુમારે વૃદ્ધને કહ્યું કે, હવે ઉનાળાની ઋતુ આવે છે, તમારી ઉંમર વૃદ્ધ થઈ છે. દિવસ પૂર્ણ થતા ચક્રવાક પક્ષીની જેમ છાશના અભાવથી તમને રાત્રી અંધપણું પ્રાપ્ત થશે.” તે સાંભળી ધનસાર શ્રેષ્ઠી બોલ્યા “હું પણ તે વાત જાણું છું, પરંતુ અમારી પાસે ગાય વગેરે ઢોર નથી, તેથી અમને છાશ કેવી રીતે મળે ? ગાય વગેરેનું રક્ષણ કરવામાં ખર્ચ પણ બહુ થાય છે, તેથી નિધનનો મનોરથ તો અંતરમાં જ સમાઈ જાય છે.”
ધન્યકુમારે કહ્યું, “આવું દીન વચન તમારે બોલવું નહીં. મારે ઘેર ગાય વગેરે ઢોરોનું મોટું ટોળું છે અને દૂધ વગેરે પુષ્કળ થાય છે, તેથી છાશ પણ ઘણી થાય છે, માટે હે વૃદ્ધ ! તમારે હંમેશાં મારા ઘેરથી છાશ મંગાવવી. મોટા માણસોને પણ છાશ લેવા જવામાં લઘુતા દેખાતી નથી. તેમ લોકમાં પણ કહેવત છે. તેથી હંમેશાં તમારી પુત્રવધૂઓને મારે ઘેર છાશ લેવાને માટે મોકલજો. મારા ઘરને તમારું ઘર છે, તેમજ ગણજો. કાંઈ પણ અંતર ગણશો નહિ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org