________________
ધન્યકુમાર કૌશાંબી નગરીમાં
૯૧
વચનો કહેતો નથી, પણ ઊલટું કરૂણા વડે કોઈ કોઈ માણસો તેને સહાય કરનારા થાય છે. સ્વદેશમાં તો પગલે પગલે લોકોનાં દુર્વચનો સાંભળીને હૃદય બળે છે. હે પુત્રો ! જેવી રીતે સારા પ્રાસવાળું તથા સુંદર કંઠ વડે બોલાયેલું કાવ્ય પણ જો અર્થશૂન્ય હોય તો તે પ્રશંસાપાત્ર નથી, તેવી જ રીતે સમયોચિત ભાષાના વ્યાપારમાં કુશળ એવો પણ નિર્ધન માણસ લોકોમાં પ્રશંસાપાત્ર બનતો નથી.'
જીવનનિર્વાહ માટે પરદેશ જવાની ઇચ્છાવાળા ધનસાર શ્રેષ્ઠીએ ત્યાર બાદ સોમશ્રી અને કુસુમશ્રીને તેમના પિતાને ઘેર મોકલી દીધી. ત્યાર પછી સુભદ્રા પ્રત્યે આંખમાં અશ્રુ લાવીને ગદ્ગદ્ કંઠે તેણે કહ્યું, ‘તું પણ ગોભદ્ર શ્રેષ્ઠીને ઘેર જા, અમારા પ્રબળ દુષ્કર્મના ઉદયથી ભાગ્યના એક ભંડારરૂપ પુત્ર કોઈ સ્થળે ચાલ્યો ગયો છે અને તેની સાથે સંપદા ચાલી ગઈ છે. અહીં રહેવાથી અમે કુટુંબનો નિર્વાહ કરવાને અસમર્થ છીએ, તેથી અમે તો હવે દેશાંતરમાં જઈશું. દેશાંતરમાં નિર્ધનને, ચોક્કસ સ્થળ વિનાના પુરુષને, ઓળખાણ વિનાનાને અને સ્થાનભ્રષ્ટ થયેલાને કઈ કઈ વિપત્તિ પડતી નથી ? અનેક પ્રકારની વિપત્તિ પડે છે. તું અતિશય સુકોમળ છો, સુખની લીલામાં જ ઉછરેલી છો. દુ:ખોની વાત માત્ર પણ જાણતી નથી, તેથી હે પુત્રી ! તું સુખોથી ભરેલા તારા પિતા ગૌભદ્ર શ્રેષ્ઠીના ઘેર જા. જ્યારે અમને ભાગ્યશાળી એવા તારા પતિનો સંગમ થશે, ત્યારે તને આમંત્રણ કરીને બોલાવીશું.’
પોતાના શ્વસુરધનસાર શ્રેષ્ઠીના કથનને સાંભળીને સુભદ્રા બોલી, ‘સસરાજી ! આપના જેવા વયોવૃદ્ધ, ફુલપાલનમાં તત્પર, કુટુંબની ચિંતામાં જ લીન થયેલા, સર્વની ઉપર મીઠી દૃષ્ટિવાળા અને અમારૂં દુઃખ જોવાને અસમર્થ એવા આપને તો આ પ્રમાણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org