________________
૭પર
દર્શન અને ચિંતન
અને વળી જ્યારે ઊલટાં અનેક વિરાધી પ્રમાણા આવશ્યકસૂત્રને ગણધરભિન્ન આચાર્ય પ્રણીત ખતાવનારાં મળતાં હેાય ત્યારે એમ માનવું એ તે સ્પષ્ટ પ્રમાણેાની અવમાનના કરવા જેવું થાય. અલબત્ત, સ્થવિર શબ્દ ગણધરને પણ લાગુ પડે છે, પણ તેથી આવશ્યકસૂત્ર ગણધરકૃત જ છે એમ કાંઈ ફલિત થતું નથી. મલધારીની ટીકાના ઉલ્લેખ ઉપરથી ( તત્ત્વાર્થં ભાષ્ય આદિના ઉલ્લેખાને ધ્યાનમાં લઈ) અર્થ કાઢવા જઈએ તેા સરલપણે એટલા જ અર્થ નીકળી શકે કે વગર પ્રશ્ને જ તીર્થંકરના ઉપદેશ ઉપરથી રચાયેલ જે આવશ્યક વગેરે શ્રુત તે અંગખાવ. આટલા અર્થ આવશ્યકના ક તરીકે કેાઈ વ્યક્તિના નિણૅય કરવા ખસ નથી. તેવા નિર્ણય માટે તે વિવાદગ્રસ્ત સ્થળમાં સ્પષ્ટ પ્રમાણે જોઈએ. જો તત્ત્વાર્થભાષ્ય આદિનાં ઉપર ટાંકેલાં ચાર સ્પષ્ટ પ્રમાણા આપણી સામે ન હોત તો મલધારીની ટીકાનો અધ્યાહારવાળા ઉલ્લેખ ગણધરને આવશ્યકના કર્તા તરીકે મનાવવા આપણને લલચાવત. ત્રીજી વ્યાખ્યા અને તેમાં ટાંકેલ ઉદાહરણ આપણને પ્રસ્તુત ચર્ચામાં કાંઈ ઉપયેાગી નથી, તેથી તે પર વિચાર કરવા એ અસ્થાને છે. એકંદર ઉપર આપેલ મલધારી શ્રી. હેમચંદ્રની ટીકા આવશ્યકને ગણધરકૃત સાબિત કરવા કાઈ સ્પષ્ટ પુરાવા પૂરા પાડતી નથી. તેથી મૂલ નિયુક્તિ, તેનું ભાષ્ય અને મલધારીકૃત ટીકા એ બધાં, તત્ત્વાર્થ ભાષ્ય આદિના પ્રથમ ટાંકેલ ઉલ્લેખાને સવાદી અને એ રીતે જ ઘટાવવાં જોઈ એ.
છેલ્લે એક પ્રશ્ન રહે છે અને તે એ કે ભગવાન શ્રીમહાવીરે પ્રતિક્રમણધર્મ ઉપદેશ્યો. જ્યારે તેઓશ્રીએ પોતાના શિષ્યપરિવારને પ્રતિક્રમણનું વિધાન અવશ્યક વ્ય તરીકે ઉપદેશ્યું ત્યારે તે શિષ્યપરિવાર એ વિધાનનું પાલન કરતી વખતે કાંઈ ને કાંઈ શબ્દો, વાકયો કે સૂત્રો મેલતાં જ હશે. જો એ શિષ્યપરિવાર સમક્ષ પ્રતિક્રમણવિધાયી શબ્દપાઠ ન હાય તા તે પ્રતિક્રમણ કરે જ કેવી રીતે? અને જો શબ્દપાઠ હાય તો તે પાઠ ગણુધર સિવાય અન્ય રચિત માનવામાં શું પ્રમાણ છે? અલબત્ત, આ પ્રશ્ન મને પહેલાં પણ થયેલા, અને અત્યારે પણ થાય છે; છતાં જ્યારે સંપૂર્ણ આવશ્યક ગણધર કૃત જ છે એ મતલબનુ કાઈ સ્પષ્ટ પ્રમાણ જ નથી મળતું અને ગણધરભિકૃત હોવાનાં એકથી વધારે સ્પષ્ટ પ્રમાણા મળે છે ત્યારે એમ જ સમન્વય કરવાની ફરજ પડે છે કે અત્યારે જે આવશ્યકસૂત્રના કર્તાના પ્રશ્ન ચર્ચવામાં આવે છે તે આવશ્યકસૂત્ર એ સમજવું જોઈ એ કે જેના ઉપર શ્રી. ભદ્રાહ્વામીની નિયુક્તિ મળે છે તે. બધાં સૂત્રો નિયુક્તિથી પ્રાચીન તા છે જ અને એ સૂત્રેાના કર્તાની જ આ સ્થળે ચર્ચો છે. આવશ્યક તરીકે આજે મનાતાં અધાં સૂત્રેા અક્ષરશઃ નિયુક્તિપૂર્વભાવી નથી. ધણાં સૂત્રેા દેશ, કાલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org