________________
આવશ્યકસૂત્રના કર્તા કેશુ?
[ ૭પ૧ આ ટીકામાં અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય શ્રતના ભાષ્યકારે કરેલ વિવેકના સ્પષ્ટીકરણ ઉપરાન્ત ત્રણે વ્યાખ્યાઓનાં જુદાં જુદાં ત્રણ ઉદાહરણ છે, જે ખાસ ધ્યાન ખેંચે છે.
(૪) પહેલી વ્યાખ્યામાં અંગપ્રવિષ્ટને શ્રી. ગૌતમ આદિ ગણધરકૃત તરીકે ઓળખાવી તેના ઉદાહરણ તરીકે દ્વાદશાંગ શ્રતને મૂક્યું છે, અને અંગબાઘને શ્રી. ભદ્રબાહુ આદિ વિરકૃત તરીકે ઓળખાવી તેના ઉદાહરણ રૂપે આવશ્યકનિર્યુક્તિ વગેરે શ્રત દર્શાવ્યું છે. . (૩) બીજી વ્યાખ્યામાં ગણધરના પ્રશ્નના ઉત્તરમાં તીર્થકર દ્વારા ઉપદેશાલ ત્રિપદી ઉપરથી રચાયેલ શ્રતને અંગપ્રવિષ્ટ તરીકે ઓળખાવી તેનું ઉદાહરણ આપતાં એ મૃત તે દ્વાદશાંગી રૂપ જ છે એવો ખાસ ભાર મૂકી મલધારીએ માત્ર દ્વાદશાંગીને અંગપ્રવિષ્ટ કહ્યું છે અને છૂટું છવાયું તેમ જ પ્રશ્ન વિના જે અર્થપ્રતિપાદન થયું હોય તેના ઉપરથી રચાયેલ શ્રતને અંગબાહ્ય તરીકે ઓળખાવી તેના ઉદાહરણમાં આવશ્યક આદિ શ્રત અંગબાહ્ય છે એમ કહેવામાં આવ્યું છે.
() ત્રીજી વ્યાખ્યામાં દરેક તીર્થકરોના તીર્થમાં અવસ્થંભાવી તરીકે બતાવીને જ અંગપ્રવિષ્ટ કહેવામાં આવ્યું છે અને દરેક તીર્થમાં નિયમથી ન હોનાર શ્રતને અંગબાહ્ય તરીકે ઓળખાવી તેના ઉદાહરણમાં તન્દુલવૈકાલિક આદિને મૂક્યું છે. | પહેલી વ્યાખ્યાના ઉદાહરણમાં શ્રી. ભદ્રબાહુસ્વામી આદિ અને આવશ્યકનિર્યુક્તિ આદિ એ બે પદો ખાસ ધ્યાન ખેંચે છે. જ્યાં સુધી સંપૂર્ણ આવશ્યક સૂત્ર શ્રી. ભદ્રબાહુસ્વામીકૃત છે એ મતલબનું સાધક પ્રમાણ ન મળે ત્યાં સુધી આવશ્યક નિર્યુક્તિ એ સામાસિકપદને દ્વન્દ સમાસને બદલે સામા પક્ષને અનુકૂલ એ તપુરુષ સમાસ જ લેવો જોઈએ; અને એ સમાસ લેતાં તેનો અર્થ એટલે જ થાય કે આવશ્યકનિયંતિ વગેરે જે શ્રત શ્રી. ભદ્રબાહુ વગેરેનું બનાવેલું છે તેને અંગબાહ્ય સમજવું. નિયુક્તિ શ્રી. ભદ્રબાહુસ્વામીની હોવાની પ્રસિદ્ધિ આબાલવૃદ્ધ જાણીતી છે, તેથી જ તેનું ઉદાહરણ આપ્યું છે. આ પ્રથમ વ્યાખ્યાના ઉદાહરણ ઉપરથી મૂલ આવશ્યકસૂત્રના કર્તા વિશે કશો જ પ્રકાશ પડતો નથી. બીજી વ્યાખ્યામાં અંગબાહ્યના ઉદાહરણ તરીકે આવશ્યકને મુખ્યપણે મૂકેલું છે, અને એને છૂટાછવાયા કે પ્રશ્ન વિનાના જ ભગવાનના ઉપદેશ ઉપરથી રચાયેલું કહેવામાં આવ્યું છે.
જ્યાં સુધી ગણધરને આવશ્યકના કર્તા તરીકે અસંદિગ્ધપણે સાબિત કરતે પ્રાચીન ઉલ્લેખ મળી ન આવે ત્યાં સુધી આવશ્યકસૂત્રને અર્થરૂપે તીર્થકરકથિત માનવા છતાં તેને શબ્દરૂપે ગણધરકૃત કેમ માની શકાય?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org