________________
‘તર્કશાસ્ત્રો, વ્યાકરણ વગેરે ધર્મશાસ્ત્ર નથી” - આવી જે માન્યતા છે, તેનો અહિ નિરાસ કર્યો છે. જૈનેતર શાસ્ત્રોનું વાંચન તથા તેઓની સાચવણી કરવી એવું ગ્રંથકારશ્રી ફરમાવે છે.
(૬) છઠ અવસરમાં જિનાજ્ઞાની મહત્તા તથા તેનાં પાલન કરવાથી થતાં લાભોને ટાંક્યા છે. આમાં જૈન મુનિની મહત્તાની ઘોષણા કરી છે, શિથિલ સાધુ પ્રત્યે પણ ભેદભાવ ન રાખવો એવું કહ્યું છે, જે ભેદભાવ રાખે છે તેને મળતાં અશુભ ફળો ગણાવ્યા છે, સ્વધર્માનુયાયિ માટે દયાભાવ રાખવો એવો ઉપદેશ આપ્યો છે, પરિગ્રહથી થતાં ગેરલાભો ટાંક્યા છે, જેમણે પરિગ્રહનો સર્વથા ત્યાગ કર્યો છે એવા જૈન મુનિભગવંતોની પ્રશંસા કરી છે, તેમની જરૂરિયાત વસ્તુઓનો ખ્યાલ રાખવો એવું કહ્યું છે તથા ગરીબોને અન્નદાન વગેરે કરવું, એવી ભલામણ કરી છે.
(૭) સાતમાં અવસરમાં જેઓ દાન કરવાના વિરોધી છે તેમને ઠપકો આપ્યો છે. “જિનપૂજામાં હિંસા છે' - આવાં મતનું અહિં ખંડન કરેલ છે. અહિં જિનપૂજાથી થતાં લાભોને પ્રકટ કર્યા છે. થોડી હિંસા હોવા છતાં ધર્મકાર્યોની તરફેણ કરી છે, અને જૈન મુનિભગવંતો પ્રતિ પૂજનીયભાવ રાખવાની મહત્તા બતાડી છે.
. (આ પ્રસ્તાવના શ્રી અમૃતલાલ ભોજક, તથા શ્રી નગીનભાઈ શાહ દ્વારા અંગ્રેજી ભાષામાં લખાઈ હતી. તેનો અત્રે ગુજરાતી અનુવાદ સાભાર રજુ કર્યો છે.)