________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ દિવસ-જ્ઞાનાવરણીય કર્મ-પૂજા નામના ગ્રંથમાં શ્રીવર્ધમાનસૂરિએ કર્મને નાશ કરનાર * કહેલ છે. ૪. ' - શ્રી આગમરૂપ રત્નની ખાણમાં અનેક પ્રકારનાં તપ કહ્યાં છે, તેમાં કર્મસૂદન તપ ૬૪ દિવસપ્રમાણ કરવાનો કહેલ છે. પ તેમાં પહેલું જ્ઞાનાવરણીય કર્મ આઠ પ્રકારનાં પચ્ચખાણવડે છેદાય છે. તેમાં ઉપવાસાદિક આઠ કવળ પર્યત જુદે જુદે આઠ પ્રકારને તપ કરવાનું છે. એ જ રીતે કમસર આઠમું અંતરાય કર્મ છેદવા માટે પણ કરવાને છે. ૬. એ તપ પૂર્ણ થયા પછી પોતાની શક્તિ અનુસારે ઉજમણું (ઉદ્યાપન) કરવું. તેમાં એક રૂપાનું વૃક્ષ કરાવવું. તેની ચાર ઘાતીર્મના નામની ચાર મટી શાખા કરવી. બીજી ચાર પ્રશાખા તે કરતાં પાતળી ચાર અઘાતકમને ભાવ ઘાતકર્મ કરતાં મંદ સમજીને કરવી; અને તે આઠ શાખા-પ્રશાખાને ૧૫૮ પાંદડા તે તે કર્મની ઉત્તરપ્રકૃતિ પ્રમાણે કરવાં; (૧૫૮ પાંદડા ઉપર તે તે પ્રકૃતિનાં નામેવાળું વૃક્ષ ભાવનગરના દેરાસરમાં છે. તેમાં શાખાપ્રશાખા ઉપર તે તે કર્મનાં નામે લખેલા છે.) એ વૃક્ષના મૂળમાં તેનું છેદન કરવાના હેતુથી સેનાને કુહાડે મૂક. ૭-૮. પ્રભુની સન્મુખ પુસ્તક પધરાવીને તેની સન્મુખ એક થાળમાં ૬૪ લાડુ મૂકવા, તેમજ જયવંતી જિનપ્રતિમાને ૬૪ કળશવડે અભિષેક
* હાલમાં છપાયેલ આચારદિનકરમાં તપિવિધિ નામના ૩૯ મા ઉદયમાં પાને ૩૩૮ મે જિનેશ્વરકથિત ૧૧ પ્રકારના તપમાં ૧૧ મે આ તપ કહેલો છે. * * ઉપવાસ, એકાસણું, એકદાણો, એકલઠાણું, એકદતિ, નવી, અબેલ ને આઠ કવળ. (આઠ કાળિયા.) * પેલી - શાખાને ૫, બીજીને ૯, ત્રીજીને ૨, ચેથીને ૨૮, પાંચમીને ૪, છઠ્ઠીને ૧૦૩, સાતમીને ૨ ને આદમીને પ–કુલ ૧૮. મૂળ શાખાના નામ કર્મ પ્રમાણે સમજવા.
For Private and Personal Use Only