________________
મહત્વતા છે, તે આવાં દૃષ્ટાંત અસરકારક રીતે સમજાવે છે. આ દષ્ટાંતમાં પરભવમાં કરેલ પાપ ઉદયમાં આવતાં સુખી જીવ પણ કેવાં દુઃખોને ભોક્તા બની જાય છે તેનું કરેલ વર્ણન બહુ વિચારવા લાયક છે. શિયળગુણનું વર્ણન પણ અનેક રીતે આ દષ્ટાંતમાં બતાવવામાં આવેલ છે. (૫) સતી સુભદ્રા શિયળના માહાસ્ય ઉપરનું આ બીજું દષ્ટાંત
પણ ખાસ મનન કરવા લાયક છે. પ્રાતઃ સ્મરણીય સોળ મુખ્ય સતીઓ પૈકીની આ એક મહાસતી છે, ઐતિહાસિક પ્રસિદ્ધિ પામેલ છે. ચંપાપુરીના દરવાજા શિયળના માહામ્યથી ઉઘાડી આ સતીએ જગતમાં નામ મશહૂર કર્યું છે અને સાસુ, નણંદ વગેરેની ઈર્ષ્યા પણ શિયળવ્રત ધારણ કરનારને વિઘ્નકર્તા થતી નથી, પણ તે જ ઈર્ષ્યા સતીનું માહાતમ્ય વધારવામાં કારણભૂત થાય છે તેની આ દષ્ટાંત સાક્ષી પૂરે છે. હજુ પણ ચંપાપુરીનું એક દ્વાર બંધ જ રહેલ છે તેમ કહેવાય છે. ઘરમાં એક સદ્દગુણ માણસ આવે તે ઘરના સર્વેને ઉદ્ધાર થઈ જાય છે તે હકીકત
પણ આ દષ્ટાંત સ્પષ્ટ રીતે સમજાવે છે. (૬) ધનશ્રેષ્ઠી—ધર્મરૂપ વૃક્ષને ઉમૂલન કરનાર, નીતિ, કૃપા અને
ક્ષમારૂપ કમલિનીને કલેશ પમાડનાર, ધર્મની મર્યાદા રૂપી તટને નાશ કરનાર, શુભ મનરૂપી હંસને ઉડાડનાર, કષાયોની વૃદ્ધિ કરનાર અને સંસાર વધારનાર ધન, ધાન્ય, રૂપું, તેનું કે ઢોરઢાંખર વગેરેને પરિગ્રહ કેવો અનિષ્ટ છે અને પરિગ્રહનું પરિણામ કરી ધનાદિ ઉપરની મૂછને ત્યાગ કરનાર પ્રાંતે કેવો સુખી થાય છે, તે આ દષ્ટાંત ઉત્તમ રીતે સમજાવે છે, દુઃખદાયી, ક્લેશ
વૃદ્ધિકારી પરિગ્રહ સર્વને સર્વદા તજવા લાયક જ છે. (૭) હંસ અને કેશવરાત્રિભોજનના ત્યાગથી પ્રાપ્ત થતું સુખ
સમજવા આ ઉત્તમ દષ્ટાંત છે. રાત્રિભોજન કરવાથી થતા ગેર
કાયદા અને ઉદભવતા વ્યાધિને ઉત્તમ ચિતાર આ દષ્ટાંતમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com