________________
વતી
- સખીઓ એ વલયને ઈતિહાસ નહોતી જાણતી. તેમને મન તે વલય એક સામાન્ય આભૂષણરૂપ જ હતાં.
પરંતુ કલાવતી આજે પિતાનાં ઘરનાં જૂનાં સુખ-સ્મરમાં તણાતી જતી હતી. ફરીથી તે બોલી:
આ વલય મારાં બીજાં બધાં અલંકારને ઝાંખા બનાવી મૂકે છે. એ કેટલાં સુકુમાર, ભભકાદાર અને સ્નેહાંતિ છે ? સાચા સ્નેહ વિના આવી સુંદર ભેટ બીજું કેણ મોકલે ?
સ્નેહ” અને “ સુંદર ભેટ” એ શબ્દ સાંભળતાં જ રાજા શંખ કે જે અંત:પુરમાં છુપાઈ રહી કલાવતીની આ કીડા જોઈ રહ્યો હતો તેણે વીજળીને એક આંચક અનુભવ્યું. - “મારા સિવાય બીજા કોઈ ઉપર કલાવતી સ્નેહ રાખે છે અને એ સ્નેહની ભેટ ઉપર જ તે આજે ઉન્મત્ત બની છે. ” એમ તે જોઈ શક્યું. રાજા શંખ જ્યારે ધીમે પગલે અંતઃપુરમાં આવ્યું ત્યારે તે થોડી વાર છુપાઈ રહી, પાછળથી એકાએક પ્રગટ થઈ કલાવતીને આશ્ચર્યમુગ્ધ જ બનાવવા માગતા હતે. તેની આશાઓ એકીસાથે તૂટી પડી. સુખ અને ઐશ્વર્યની ઈમારત એકાએક જમીનદોસ્ત થતી હોય અને તેની નીચે તેને આત્મા છુપાઈ જતો હોય એવી યાતના તે અનુભવી રહ્યો.
રાજા શંખના અંત:પુરમાં સ્નેહ કે નેહના ઉપહારને કંઈ સ્થાન જ ન હોવું જોઈએ એમ તે માનતે. કલાવતીની ઉપર તેણે કેટલી આશા અને શ્રદ્ધા રાખેલી ? ગજ શ્રેણીના પુત્ર દત્તે જ્યારે પહેલવહેલાં કલાવતીનાં રૂપ-ગુણ વિષે વર્ણન કરેલું ત્યારે તે કલાવતીને મેળવવા, તેને પોતાની પટ્ટરાણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com