________________
પદ
કલાપામવા જેવું નથી. તે દિવસથી રાજા નિ:શંક બન્યું અને પિતાની પત્નીને વિષે શ્રદ્ધા રાખવા લાગ્યા.”
આચાર્યશ્રી અમિતતે જે ઉપસંહારમાં રાજા શંખને સંબોધીને કહ્યું: “હે રાજન ! આવા વિષયમાં ઘણી વાર પુરુષ ક્રોધ અથવા આવેશથી ઉશ્કેરાઈ જાય છે અને અઘટિત કામ કરી પિતાને મહામૂલે મનુષ્ય ભવ હારી જાય છે, માટે હમેશાં ધેર્ય, શાંતિ અને સત્તાથી કર્તવ્યને નિર્ણય કર.
રાજા શંખના દિલમાં આ ઉપદેશને અજબ પ્રભાવ પડ્યો. તે દિવસથી તે પરમ શાંતિ સાથે પોતાનાં ધર્મ-કર્મ કરવા લાગે. રાજતંત્ર ચલાવવા છતાં તેના અંતરમાં કલાવતીની પવિત્ર પ્રતિકૃતિ જ અહોનિશ અંકાઈ રહી હતી.
એ રીતે કેટલાક દિવસે વીતી ગયા. રાજા શંખે એક રાત્રિએ સ્વપ્ન જોયું “ જાણે કે કલ્પવૃક્ષને વળગી રહેલી એક લતા ફળવતી થઈ હોય અને એ જ વખતે કેઈએ એ લતા એક જ આઘાતવતી જમીનદોસ્ત કરી હોય અને પુન: ફળવતી લતા કલ્પવૃક્ષને આલિંગતી હાય” એ પ્રકારનું દૃશ્ય નિહાળ્યું.
ગુરુમહારાજે એ સ્વપ્નને અર્થ કહી સંભળાવ્યા. તેમણે કહ્યું: “કલાવતી દેવીને તમે જે ત્યાગ કર્યો તે ક૫લતાને જ છેદ કર્યો એમ સમજવું અને તે જ દેવી આજે ફળ સાથે-પુત્ર સહિત તમને પ્રાપ્ત થશે.” આ સ્વપ્નને એ સિવાય બીજો કોઈ સંકેત સંભવતો નથી.
દેવગે તે જ દિવસે, વનમાં શેધને અર્થે ફરતાં દત્તને કલાવતીન પત્તો લાગ્યું. તે બહુ જ સન્માન સાથે શિયલની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com