________________
૭૬
હંસ અને સે પારણું કરીશું.” વિકરાળ પુરુષે આ છેલ્લી યુક્તિ અજમાવી. આમાં તે કેશવ ફસા જ જોઈએ એમ તેણે માની લીધું.
કેશવ નિદ્રાવશ થયે. થાકને લીધે તે ઘસઘસાટ ઊંઘવા લાગ્યા. કેટલાક યાત્રિકે તેના દેહને શાતા ઉપજાવવા સેવાશુશ્રુષા કરવા લાગ્યા. એટલામાં તો પૂર્વ દિશા સૂર્યના તેજથી ઝળહળી ઊઠી. કેશવ પૂરી નિદ્રા લે તે પહેલાં જ કેઈએ આવી તેને ઊંઘમાંથી ઉઠાડ્યો અને કહ્યું: “ સતપુરુષ ! રજની ક્યારની યે વીતી ગઈ.! નિદ્રાને ત્યાગ કરો ! ઊઠો !”
કેશવે આંખ ઉઘાડી જોયું તે સૂર્યનાં કિરણે પ્રકાશ ફેલાવતાં હતાં. તે વિચારવા લાગ્યું: “ બ્રાહ્મમુહૂર્તમાં જ હમેશાં ઊઠું છું અને આજે તે મારાં નેત્રમાંથી નિદ્રાને નસો ઊતરે તે પહેલાં જ સૂર્યોદય થઈ ગયે; માટે આમાં જરૂર કંઈ માયાપ્રપંચ છે ! ”
તેની વિચારમાળા તૂટે તે પહેલા જ યક્ષ બેઃ “હવે લાંબા વિચાર કરવાનો આ સમય નથી. જુઓ, એક તમારી ખાતર સેંકડો યાત્રિકે ભૂખ્યા બેસી રહ્યા છે : જલદી ઊઠે, દાતણ-પાણી કરે અને પારણું કરવા બેસે ! ”
યક્ષરાજ! હું હવે તમને બરાબર ઓળખી ગયો છું. મને છેતરવા માટે જ આ બધી ઈંદ્રજાળ રચી છે એમ મને ચક્કસ સમજાય છે. હજી મારી આંખમાં ઊંઘ ભરી છે. હું હિમ્મતથી કહું છું કે આ પ્રકાશ, આ સૂર્ય એ બધું બનાવટી છે, મને રાત્રિને વિષે ભોજન કરાવવા માટે જ આ માયાજાળ રચાઈ છે!”
કેશવ પૂરું બોલી રહ્યો નહોતે તેટલામાં જ આકાશમાંથી એ પુષ્પની વૃદ્ધિ વરસાવી. “ જય ! જય ” ના શબ્દોથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com