________________
૭૮
હસ અને ઉપચાર તથા મંત્રાદિ કરી જોયા, પણ તેનાથી હંસને કશે લાભ ન થયું. ચિકિત્સકોએ કહી દીધું કે “ઝેરની અસરને લીધે તે એક મહિનામાં જ મૃત્યુને આધીન થવું જોઈએ.”
કેઈ સિદ્ધપુરુષની શોધમાં ભટકતે યશોધન, આ કેશવરાજના રાજ્યમાં આવી પહોંચ્યો. તેણે પોતાના પુત્રને રાજદ્વારી ઠાઠમાં જે અને ઘડીભર ભ્રાંતિવશ બન્યો. પિતાને પુત્ર એક મોટા રાજ્યને અધિકારી બને એ વાત પહેલાં તો તે માની જ ન શકે, પણ અંતે આખી વસ્તુસ્થિતિ સ્પષ્ટ થઈ. પિતા-પુત્ર પરસ્પર અત્યંત હેતથી મળ્યા. પિતાએ હિંસની રોગી-મૃતપ્રાય સ્થિતિ કહી સંભળાવી. દેવની સહાયથી તત્કાળ તે પોતાના ભાઈ પાસે પહોંચ્યા અને પાદપ્રક્ષાલનનું પાણી પાઈ તેને અકાળે મૃત્યુના મુખમાં પડતે બચાવી લીધા.
કેશવના પાદપ્રક્ષાલનના પાણીને પ્રભાવ જગતમાં ઠેકઠેકાણે પ્રસિદ્ધ થયા. દૂરદૂરના દેશોમાંથી લોકો આવવા લાગ્યા અને કેશવનું પાદપ્રક્ષાલન સોનાના પાત્રમાં ભરી લઈ જવા લાગ્યા.
કેશવરાજે એક પ્રતાપી–સમર્થ રાજા તરીકે પણ બહ સારી નામના મેળવી. રાત્રિભોજનને ત્યાગ કરવાથી એક માણસ કેટલી ઊંચી પદવીએ પહોંચે અને દેવેને પણ કેટલે પ્રીતિપાત્ર બને એ વાત જોતજોતામાં લેકની જીભ ઉપર રમી રહી. કેશવરાજના દષ્ટાંતને અનુસરીને લોકો રાત્રિભેજનનો ત્યાગ કરવા પ્રેરાયા. કેશવરાજના ધર્મરાજ્યમાં નાનાં બાળકે પણ રાત્રિભોજન ત્યાગને મહિમા સમજતા થયા અને ઉત્સાહપૂર્વક એ વ્રત પાળવા લાગ્યાં. વ્રતના પ્રતાપે ઘણું સ્ત્રી-પુરુષ અને બાળકે પણ સુખ, સમૃદ્ધિ અને આત્મકલ્યાણને વર્યા !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com