________________
ચૂલ
આળ મૂકનાર પટ્ટરાણીને શી સજા કરવી? એ હવે તમારે પિતાને જ નક્કી કરવાનું છે.”
વંકચૂલે જવાબ વાળે: “પટ્ટરાણું એ મારી માતા છે. ગમે તેમ પણ જો તમે મારી ઉપર સંતુષ્ટ થયા છે તો મારી માતાને ક્ષમા આપે એટલી જ મારી પ્રાર્થના છે.”
એક લૂટારામાં આટલી પવિત્રતા અને ઊંચી ભાવના હોઈ શકે, એ ઉજયિની રાજની કલ્પના બહારના વિષય હતે. તેણે વંકચલને પોતાના પુત્રપદે સ્થાપ્યો અને તેના આખા કુટુંબને–વંકચૂલની સ્ત્રી તથા બહેનને બોલાવી એક જૂદા રાજમહેલમાં પૂર્ણ વૈભવથી રાખ્યાં.
જીવનના છેલ્લા દિવસમાં તેના ચેથા નિયમની પણ એવી જ સખત કસોટી થઈ. કામરૂપ દેશના રાજા સાથે યુદ્ધ કરતાં વંકચૂલ એટલે બધે ઘવાયે કે વૈદ્યોએ આશા મૂકી દીધી. દિવસે દિવસે તેનું શરીર ક્ષીણ થતું ચાલ્યું. ઘણું ઘણું ઉપચાર કર્યો, પણ વંકચૂલને તેની કંઈ સારી અસર ન થઈ. આખરે ઉજજયિની રાજ વૈદ્યો ઉપર કોપાયમાન થયા. વૈદ્યને બોલાવી છેલ્લામાં છેલ્લો અસરકારક ઉપાય અજમાવવાની આજ્ઞા કરી.
એક વૈદ્ય બોલી ઊઠ્યોઃ “વંકચૂલ જે કાગડાનું માંસ ખાવું કબૂલ કરે તો કદાચ આ આફતમાંથી ઊગરે.” રાજા તો કઈ પણ પ્રકારે વંકચૂલ જેવા પુરુષને મૃત્યુના મુખમાંથી બચાવવા જ માગતા હતા. તેણે વંકચૂલની પાસે જઈ સજળ નેત્રે કહ્યું: “વત્સ ! તારી આપત્તિ ટાળવાનો અમારા હાથમાં હવે એક જ ઉપાય રહ્યો છે. જે તું કાગડાનું માંસ ખાવાનું સ્વીકારે તે તારે જીવ બચે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com