________________
પટ્ટરાણુઓની પવિત્રતા ઉપર કુદષ્ટિ સરખી પણ કરું. આપ મને વધ કે રાજદંડને ભય બતાવતાં હો તો પણ મારે મન એ બહુ મોટી વાત નથી. અને ખાસ કરીને મારા ગુરુદેવે રાજાની પટ્ટરાણુને માતા સમાન ગણવાનું મને જે વ્રત આપ્યું છે તેને ભંગ તે પ્રાણતે પણ હું કરી શકું નહીં.” વંકચૂલ એ પ્રમાણે કહી રહ્યું હતું. સદ્ભાગ્યે તે વખતે રાજા પાસેની જ દીવાલની પાછળ છુપાઈ આ બધો સંવાદ કાનેકાન સાંભળી રહ્યા હતા.
પટ્ટરાણી નિરાશ થવાને બદલે વધુ ઉશ્કેરાણું. તેણીએ હવે પિતાનું છેલ્લું સાધન-સ્ત્રીચરિત્ર અજમાવવાનું નકકી કર્યું. તેણીએ પોતાના જ નખથી પોતાના આખા અંગે ઉઝરડા કર્યા, વચ્ચે ચીર્યા અને આ બધું જાણે વંકચૂલે જ કર્યું હોય તેમ મેટેથી બમ–બરાડા પાડી દ્વારપાળને બોલાવ્યા. આટલું થયા છતાં વંકચૂલ ગભરાયા વિના ત્યાં ને ત્યાં જ ઊભે રહ્યા. પોતે જે મન, વચન ને કાયાથી પવિત્ર છે તો પછી પામર માનવી શું કરી શકવાનો હતે ? એ આસ્થા ઉપર જ તે આ બધી લીલા જોઈ રહ્યો. દ્વારપાળ વગેરેના સાથે રાજા પોતે પણ ત્યાં આવી પહોંચે અને જાણે કંઈ જ ન જાણતો હોય તેમ વંકચૂલને કારાગૃહમાં પૂરવા આદેશ આપે.
સવારે વંકચૂલને રાજાની હજૂરમાં ઊભું કરવામાં આવ્યા. રાજાએ પોતે જ વંકચૂલને સંબંધી કહેવા માંડ્યું: “હું તમારી દઢતા અને પવિત્રતા ઉપર સંપૂર્ણ સંતુષ્ટ થયે છું. તમારે બન્નેનો સંવાદ કાનેકાન સાંભળે છે અને તમે નિર્દોષ છે એવી મારી ખાત્રી થઈ છે. તમારી ઉપર બેટું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com