________________
- રાજ આગળ બોલવા જાય તે પહેલાં જ વંકચલ બેલી ઊઠ્યો: “નાથ ! હું સર્વથા માંસભક્ષણથી નિવૃત્ત થયે છું અને કાગડાનું માંસ તે મારાથી કઈ કાળે ન ખવાય એ પ્રમાણેની પ્રતિજ્ઞાથી બંધાયેલ છું; માટે આ જીવ કાલે જતો હોય તે ભલે આજે જ નીકળી જાય, પણ હું મારા નિશ્ચયથી કોઈ કાળે પણ ડગનાર નથી.” રાજાએ બીજી બીજી રીતે ઘણે એ સમજાવ્યું, પણ વંકલ ન ચળે.
અંતે તેના દિવસો, કલાકે અને ઘડીએ પણ ગણાવા લાગી. વંકચૂલને એક પરમ મિત્ર જિનદાસ, જે તેની સેવાશુશ્રષામાં હમેશાં ઉદ્યત જ રહેતા તેણે વંકચૂલના જીવનને અંતિમ અવસર નજીક જાણ સમ્યફ પ્રકારે ધર્મની આરાધના કરાવવા માંડી. વંકચલ પોતે પણ પોતાની સ્થિતિ સમજી ગયો. તેણે ચાર પ્રકારના આહારનું પ્રત્યાખ્યાન કર્યું. ચાર શરણ સ્વીકાયાં અને સર્વ પ્રાણીને વિષે મૈત્રીભાવ કેળવત, પંચપરમેષ્ટીનું સ્મરણ કરતો તે બારમા દેવેલેકને વિષે દેવપણે ઉત્પન્ન થયો.
નાના નાના નિયમે પણ પ્રાણીને ધીમે ધીમે કેવી ઉચ્ચ ગતિમાં લઈ જાય છે તે વિચારશો!
[
US
ર
E
UCUE
הכתבהכתבהל
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com